<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મહિલાઓને માટે નવી સ્કીમ : ગામમાં વીમા સખી બનશે : રૂ.૭૦૦૦ મળશે : મોદી લોન્ચ કરશે

આ યોજના હેઠળ મહિલાઓ વીમા એજન્ટ બનીને ઘેરે-ઘેર વીમા સેવાઓ આપશે.

નવીદિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મહિલાઓ ને આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને માટે વીમા સખી યોજના શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૯ ડિસેમ્બર ના રોજ પાનીપતથી આ યોજનાની શરૂઆત કરશે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વરોજગાર પ્રદાન કરી આત્મનિર્ભર બનાવવાનો છે. આ સ્કીમ અંતર્ગત મહિલાઓને વીમા એજન્ટ (વીમા સખી) ના રૂપમાં કામ કરવાની તક મળશે અને તેમને દર મહિને રૂ.૭૦૦૦ સુધીની સહાયતા આપવામાં આવશે. વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને રોજગાર અને આર્થિક સહયોગ પ્રદાન કરવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ વીમા એજન્ટ બનીને ઘેરે-ઘેર વીમા સેવાઓ આપશે. પ્રથમ વર્ષે દરેક મહિને રૂ.૭૦૦૦ ની સહાયતા મળશે, જોકે બીજા વર્ષે આ રકમ ઘટીને રૂ.૬૦૦૦ થશે.

(11:43 PM IST)