<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ત્રીજી મુંબઈને માટે ૧૨૪ ગામોની જમીન અધિગ્રહણ થશે

ઉરણ તાલુકામાં ૨૯, પનવેલમાં ૭ ગામ અને પેનમાં ૮૮ મળી કુલ ૧૨૪ ગામોમાં ૩૩૨ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં આ નવું શહેર બનાવાશે :સરકારના આ નિર્ણય સામે ૩૫,૦૦૦ ખેડૂતોએ વાંધા નોંધાવ્યા છે

 

 મુંબઈ: ખેડૂતોને વિશ્વાસમાં લીધા સિવાય સરકારે મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) થી ઉરણ,પનવેલ અને પેણમાં ખેડૂતોની જમીન અધિગ્રહણ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય સામે ખેડૂતો પૂછી રહ્યા છે કે, રાજ્યની નવી સરકાર ખેડૂતોના અભિપ્રાયો અને મુશ્કેલી ઉપર ધ્યાન આપશે.? ત્રીજા મુંબઈ શહેરને વિકસિત કરવાને માટે એમએમઆરડી ને નવા શહેરી વિકાસ પ્રાધિકારણ (એનટીડીએ) ના રૂપમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તેને માટે ઉરણ તાલુકામાં ૨૯, પનવેલમાં ૭ ગામ અને પેનમાં ૮૮ મળી કુલ ૧૨૪ ગામોમાં ૩૩૨ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં આ નવું શહેર બનાવવામાં આવશે. સરકારના આ નિર્ણય સામે ૩૫,૦૦૦ ખેડૂતોએ વાંધા નોંધાવ્યા છે.

(12:23 AM IST)