<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

મલયાલમ અભિનેતા સિદ્દીકીને દુષ્કર્મ કેસમાં જામીન મળ્યા : કોર્ટે આ શરતો પર જામીન આપ્યા

સિદ્દીકીને સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મળી ચૂક્યા હોવાથી તેને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવે તેવી શક્યતા

મલયાલમ અભિનેતા સિદ્દીકીની યૌન ઉત્પીડનના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે 6 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સિદ્દીકીને સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મળી ચૂક્યા હોવાથી તેને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

    જામીનની શરતોમાં રૂ. 1 લાખના બોન્ડ અને સોલ્વન્ટ જામીનનો સમાવેશ થાય છે અને તેને રાજ્ય છોડવાની મંજૂરી નથી. 

   આ વર્ષે ઓગસ્ટમાં સિદ્દીકી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે એક મહિલા અભિનેતાએ આરોપ મૂક્યો હતો કે તેણે 2016 માં તેની સાથે યૌન શોષણ કર્યું હતું. તેમની સામે કલમ 376 (બળાત્કાર) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપો બાદ સિદ્દીકીએ એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ (AMMA)ના જનરલ સેક્રેટરી પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું.

(12:56 AM IST)