તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
અમદાવાદ અને મુંબઈમાં સાત જગ્યાએ ઇડીની ટીમના દરોડા :રૂ.13.5 કરોડની રોકડ જપ્ત કરી
નાશિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક (NAMCO બેંક), માલેગાંવના કેસ સાથે સંબંધિત મામલે ઈડીની કાર્યવાહી :મહારાષ્ટ્રના કેટલાક યુવાનોના બેકખાતામાં એક સાથે 13.5 કરોડની રોકડ મળી: અચાનક મોટા ટ્રાન્ઝેક્શન પછી નાણાંની હેરાફેરી અને ગેરરીતિ પાછળના કનેકશનની તપાસ

નવી દિલ્હી :ઈડીની ટીમ દ્વારા એક સાથે અમદાવાદ અને મુંબઈમાં સાત જગ્યાએ દરોડા પાડીને 13.5 કરોડની રોકડ જપ્ત કરી હતી. નાશિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક (NAMCO બેંક), માલેગાંવના કેસ સાથે સંબંધિત મામલે ઈડીએ કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રના કેટલાક યુવાનોના બેકખાતામાં એક સાથે 13.5 કરોડની રોકડ મળી આવતા ઈડીએ કાર્યવાહી કરી છે.
મળતી માહીતી અનુસાર નાસિકની માલેગાંવ મર્ચન્ટ બેંકમાં 10થી વધુ યુવાનોના ખાતામાં 12-15 કરોડ રૂપિયા જમા થયા હતા બીજી તરફ રાજ્યની વિધાનસભા ચૂંટણી પણ હતી .નાસિક ગ્રામીણ પોલીસે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ સહકારી બેંકમાં થાપણોના અચાનક મોટા ટ્રાન્ઝેક્શન પછી નાણાંની હેરાફેરી અને ગેરરીતિ પાછળના કનેકશનની તપાસ શરુ કરી હતી.
સૌથી મહત્વની વાત તો એ હતી મર્ચન્ટ બેંક ખાતાઓમાં ઓચિતી કરોડોની થાપણ જમા થઈ હતી અને તેના મૂળ સુધી જતા ખબર પડી કે કેટલાક બેરોજગાર યુવાનોના ખાતામાં 12થી 15 કરોડની રકમ જાણ બહાર જ જમા થઈ છે. એક સાથે આટલી મોટી રકમ જમા થવાના મેસેજ પણ યુવાનોના મોબાઈલમાં આવતા ચોંકી ઉઠ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા સમગ્ર રોકડની હેરાફેરી કયાથી થઈ તેની તપાસ ઈડીએ શરુ કરી હતી તેનુ પગેરુ મુંબઈ અને અમદાવાદ સુધી લંબાયું હતું.
પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસની અંદર જ 125 કરોડના ટ્રાન્જેકશન થયા હોવાનુ ખુલ્યું છે. આ નાણાની હેરાફેરી કરવા માટે એકથી વધારે ટ્રેડિંગ કંપનીઓ ખોલીને આવા બેરોજગાર યુવાનોના બેંક ખાતાનો ઉપયોગ કરાયો હતો જે યુવાનોને ખબર જ નહોતી. તપાસ એજન્સીને શંકા છે કે આ નાણા ચૂંટણી ફંડ માટે મોકલ્યા હોવાની શકયતા છે. હાલમાં મળી રહેલી માહીતી મુજબ માલેગાવ માર્કેટ કમિટીમાં નોકરી અપાવાની લાલચ આપીને કેટલાક યુવાનો પાસેથી આધાર અને પાનકાર્ડ લઈ લેવાયા હતા અને તેમના ડોકયુમેન્ટના આધારે બોગસ બેંક ખાતાઓ ખોલીને તેમાં કરોડો રુપિયા જમા કરાયા હતા.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
