<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

બાંગ્‍લાદેશમાં ફરી મંદિર ઉપર હુમલો : તોડફોડ : આગ

પાડોશી દેશમાં કટ્ટરપંથીઓ બેફામ : ફરીવાર ઇસ્‍કોન નમહટ્ટા મંદિર ઢાકાને નિશાના પર લીધુ : દેવી-દેવતાની મૂર્તિઓ સળગાવીઃ સરકારના રખેવાળો મૂકદર્શક : ટોળાએ મંદિર કેન્‍દ્રને ધરાર બંધ કરાવ્‍યું : હિન્‍દુઓ લાલઘુમ : પગલાની માંગ

ઢાકા, તા.૭: બાંગ્‍લાદેશમાં હિંદુઓ પર અત્‍યાચાર અને મંદિરોની તોડફોડની ઘટનાઓ હવે સામાન્‍ય બની ગઈ છે. બાંગ્‍લાદેશમાં ફરી એકવાર ઈસ્‍કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્‍યું છે અને તેને આગ ચાંપવામાં આવી છે. ઈસ્‍કોન કોલકાતાના ઉપાધ્‍યક્ષ રાધારમણ દાસે મીડિયાને જણાવ્‍યું કે વહેલી સવારે ઈસ્‍કોનની એક ઈમારતમાં આગ લાગી હતી. આગના કારણે ભગવાન કળષ્‍ણની મૂર્તિ પણ બળી ગઈ. તેમણે જણાવ્‍યું કે એક ઈસ્‍કોન સેન્‍ટરને પણ નિશાન બનાવવામાં આવ્‍યું છે.

શેખ હસીનાને સત્તા પરથી હટાવ્‍યા બાદથી બાંગ્‍લાદેશમાં હિન્‍દુ મંદિરો અને હિન્‍દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે દિવસ દરમિયાન મહેરપુરના ઈસ્‍કોન મંદિરમાં તોડફોડ કર્યા બાદ મંદિરને આગ ચાંપવામાં આવી હતી. જે બાદ તે જ દિવસે રાત્રે નમહટ્ટાના ઈસ્‍કોન સેન્‍ટરને નિશાન બનાવવામાં આવ્‍યું હતું. પ્રાપ્ત સમાચાર અનુસાર, શ્રી શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિ અને મંદિરની અંદરની તમામ વસ્‍તુઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સમાચાર છે કે સવારના ૨-૩ વાગ્‍યાની વચ્‍ચે બદમાશોએ શ્રી શ્રી રાધા કળષ્‍ણ મંદિર અને શ્રી શ્રી મહાભાગ્‍ય લક્ષ્મી નારાયણ મંદિરમાં આગ લગાવી દીધી હતી.

તેમણે કહ્નાં કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અટકી રહ્ના નથી. અમે આનાથી અત્યંત દુઃખી છીઍ. તેમણે કહ્નાં કે સવારે ૨ થી ૩ વાગ્યાની વચ્ચે મંદિરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર કહ્નાં કે, બાંગ્લાદેશમાં ઇસ્કોન નમહત સેન્ટરને આગ લગાડવામાં આવી હતી. શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિનું દહન કરવામાં આવ્યું હતું. આ મંદિર ઢાકામાં છે.

 દાસે જણાવ્યું કે, બદમાશોઍ નમહત સંઘ હેઠળના રાધા કૃષ્ણ મંત્રી અને મહાભાગ્ય લક્ષ્મી નારાયણ મંદિરોમાં આગ લગાવી દીધી હતી. મંદિરના ટીન શેડને હટાવીને તેના પર પહેલા પેટ્રોલ રેડવામાં આવ્યું અને પછી આગ લગાડવામાં આવી. તમને જણાવી દઈઍ કે બાંગ્લાદેશમાં ઈસ્કોનના પાદરી ચિન્મય દાસની ધરપકડ બાદ ભારતમાં પહેલેથી જ ગુસ્સો છે. પશ્ચિમ બંગાળમાં પણ આનો વિરોધ થઈ રહ્ના છે. ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ઇસ્કોને અગાઉ ઍવો પણ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં તેના ઘણા કેન્દ્રો અને મંદિરો બળજબરીથી બંધ કરવામાં આવ્યા છે. દાસે બાંગ્લાદેશના ઈસ્કોનના પાદરીઓને પણ પોતાની સુરક્ષા માટે ભગવા વસ્ત્રો પહેરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. કપાળ પર તિલક ન લગાવવું અને તુલસીની માળા પણ છુપાવીને રાખવી. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. સંસદમાં સરકારને બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા માટે કેટલાક પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી.

(2:57 PM IST)