તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
મમતા બેનરજીનો કોંગ્રેસને મેસેજ ‘‘ નેતૃત્વ માટે તૈયાર છું ''

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં હરિયાણા અને મહારાષ્ટની ચુંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘‘જો તક આપવામાં આવે તો હું ઇન્ડિયા ગઠબંધનનો નેતૃત્વ કરવા તૈયાર છું.''
એક ઇન્ટરવ્યૂમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ‘હું બંગાળના મુખ્યમંત્રી તરીકે મારી ભૂમિકા ચાલું રાખીને પણ વિપક્ષનો મોરચો સંભાળવાની બેવડી જવાબદારી આરામથી લઇ શકું છું. મેં ઇન્ડિયા ગઠબંધનની રચના કરી હતી, હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોચરાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકતા હોય તો હું શું કરી શકુ? હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધાને સાથે લઇને ચાલવું પડશે.'
જયારે તેમને પૂછવામા઼ આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં તમે શા માટે ઇન્ડિયા ગઠબંધનનો હવાલો નથી લઇ રહ્યા? તેના પર મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ‘જો મને તક મળશે તોહું તેનું સુચારૂ રીતે કામ સુનિヘતિ કરીશ. હું બંગાળની બહાર જવા માંગતી નથી. પરંતુ હું તેને અહીંથી પણ ચલાવી શકું છુ.'
ભાજપનો મુકાબલો કરવા માટે રચાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં બેડઝનથી વધુ વિપક્ષના દળો સામેલ છે. જોકે આંતરિક મતભેદ અને સંકલનના અભાવને કારણે તેની ઘણી વખત ટીકા થઇ છે. મમતા બેનરજીનું આ નિવેદન તેમની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેશ અને અન્ય ઇન્ડિયા ગઠબંધનના સાથીદારોને લઇને આપેલા નિવેદન બાદ આવ્યું છે. તેમણે કહેલ કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને પોતાના અહંકારને બાજુ પર રાખવો જોઇએ અને મમતા બેનરજીને વિપક્ષના ગઠબંધનના નેતા તરીકે માન્યતા આપવી જોઇએ.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
