<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ઘરની બહાર નીકળતા કોઈ સુરક્ષિત નથી અનુભવતું : શાહદરા ઘટના પર સીએમ આતિશીએ રોષ ઠાલવ્યો

આતિશીએ શાહદરા ઘટના પર કહ્યું કે થોડા દિવસો પહેલા જ્યાં આ ઘટના બની હતી તે જ જગ્યાએ બીજી ઘટના બની

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ શાહદરા ઘટના પર કહ્યું કે થોડા દિવસો પહેલા જ્યાં આ ઘટના બની હતી તે જ જગ્યાએ બીજી ઘટના બની હતી. આજે ઘરની બહાર નીકળવું કોઈ સુરક્ષિત નથી અનુભવતું. હું ભાજપ શાસિત કેન્દ્ર સરકારને કહેવા માંગુ છું કે તમને દિલ્હીની જનતા માટે એક જ કાર્ય સોંપવામાં આવ્યું છે. દિલ્હીના લોકોને સુરક્ષા આપી રહ્યા છીએ પરંતુ તેમાં પણ તમે સતત નિષ્ફળ રહ્યા છો.

(6:53 PM IST)