<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

અનેક બ્લોક બસ્ટર ફિલ્મોના નિર્માતા ૭૯ વર્ષના સુભાષ ઘાઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા

તાલ, રામ લખન, સૌદાગર સહિત અનેક બ્લોક બસ્ટર ફિલ્મોના નિર્માતા ૭૯ વર્ષના  સુભાષ ઘાઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ, ચક્કર આવવા, ભૂલી જવાની અને બોલવામાં તકલીફ સર્જાઈ છે.. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલે, ન્યુરોલોજીસ્ટ ડૉ. વિજય ચૌધરી અને પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલીલ પારકર સારવાર કરી રહ્યા છે

જો કે તેમના પરિવાર તરફથી કહેવાયું છે કે  સુભાષ ઘાઈ બિલકુલ ઠીક છે. ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે, તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. સુરત આજે તેમને આઈસીયુ માંથી જનરલ વોર્ડમાં લઈ લેવામાં આવશે. તાજેતરમાં જ 'કર્મ ચાઈલ્ડ' નામની તેમની આત્મકથાનું વિમોચન કરવામાં આવેલ.

(9:47 AM IST)