<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

રાજસ્થાનમાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી બસ બેકાબૂ બની પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત: ત્રણ બાળકોના કરુણ મૃત્યુ: એકાદ ડઝનને ઈજા

રાજસ્થાનના પાલીમાં હાઇવેના વળાંક પર  સ્કૂલ બસ બેકાબૂ બની પલટી મારી ગઈ હતી. ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની પ્રવાસે જઈ રહેલી બસ ઉંધી વળી જતા  બાળકોએ ચીસાચીસ મચાવી હતી.

રાજસમંદના એસપી અને કલેક્ટર પોલીસ કાફલા સાથે હોસ્પિટલે દોડી ગયા હતા, ગ્રામજનો અને પોલીસે ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા. તમામ બાળકો પિકનિક મનાવવા માટે પરશુરામ મહાદેવ મંદિર તરફ જઇ રહ્યા હતા. ૩ બાળકોના કરુણ મૃત્યુ થયા છે અને ડઝનેકને ઈજા થઈ છે.

(2:57 PM IST)