News of Sunday, 8th December 2024
દિલ્હી કૂચ પર ફરી લાગી બ્રેક! અનેક ખેડૂતો થયાં ઘાયલ, હવે ઘડાશે નવી વ્યૂહનીતિ
.8 થી 9 ખેડૂતોને ઇજા:ફૂલોની પાંખડી બાદ છોડ્યા શેલ:સરકારને મંત્રણા માટે આપ્યો હતો સમય પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર રવિવારે (8 ડિસેમ્બર 2024) પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. ખેડૂતોએ બપોરે 12 વાગ્યે દિલ્હી તરફ પગપાળા કૂચ કરી હતી, પરંતુ હરિયાણા પોલીસે તેમને પૂલ પર અટકાવ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી થઈ અને પછી ઘર્ષણ શરૂ થયું. ખેડૂતોને રોકવા માટે પોલીસે તેમના પર ટિયર ગેસ છોડ્યા હતાં, જેમાં ઘણાં ખેડૂતો ઘાયલ થયા હતા. ટિયર ગેસના છોડવાને કારણે ખેડૂતોને થોડાક મીટર સુધી પીછેહઠ કરવી પડી હતી. આ ખેડૂતોમાંથી કેટલાકે મોઢા ઢાંકેલા હતા અને કેટલાકે ચશ્મા પહેર્યા હતા. કેટલાક ખેડૂતો ભીની શણની થેલીઓથી ટિયર ગેસના શેલથી પોતાને બચાવતા જોવા મળ્યા હતા.

બેરિકેડ સુધી પહોંચ્યા બાદ તેમને વિખેરવા માટે પાણીના જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, દિલ્હી ચલો માર્ચમાં ભાગ લેનારા ખેડૂતોએ એક દિવસ માટે તેમનો વિરોધ સ્થગિત કરી દીધો. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, ઘાયલોની સારવાર માટે પદયાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત નેતાએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ફૂલોની પાંખડીઓના વરસાદની માત્ર બે મિનિટ પછી શેલ ફેંક્યા હતા, જેનાથી ભોળા ખેડૂતોને તેમની જાળમાં ફસાવીને હુમલો કરવામાં આવ્યો છે
દિલ્હી ચલો માર્ચ દરમિયાન, ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે શંભુ બોર્ડર પર જૂથને પાછા બોલાવવાની જાહેરાત કરી. પંધેરે કહ્યું, “આજે અમે ખેડૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. એક ખેડૂતને ગંભીર હાલતમાં પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે 8-9 અન્ય ઘાયલ છે. સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાની બેઠક બાદ આગળની વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે."
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
