<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

મોડીસાંજે દિલ્હી એનસીઆરમાં વરસાદ, જોરદાર પવનો :ઠંડીમાં વધારો થશે :તાપમાનનો પારો વધુ નીચે આવશે

રવિવારે સાંજે વધતી ઠંડી વચ્ચે દિલ્હી NCRમાં પણ ઘણી જગ્યાએ વરસાદ :ઉત્તર ભારતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો

નવી દિલ્હી :વધતી ઠંડી વચ્ચે દિલ્હી NCRમાં પણ ઘણી જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. રવિવાર સવારથી દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવા વાદળો દેખાઈ રહ્યા હતા. વાદળોને કારણે વરસાદ પડવાની આશંકા હતી. અંતે સાંજે અનેક જગ્યાએ હળવા ઝાપટા અને ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે વાતાવરણ વધુ ખુશનુમા બની ગયું છે. જો કે ઠંડીનો અહેસાસ હજુ પણ વધી ગયો છે.


 

(7:36 PM IST)