<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ભાજપાની નજર હવે દક્ષિણના મોરચા પર

દરેક મતદાન કેન્દ્ર પર પોતાના પોલિંગ એજન્ટ / કાર્યકર્તા રાખવાનો લક્ષ્ય

નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટી દક્ષિણના રાજ્યોમાં આગામી ચૂંટણીઓમાં કમળ ખીલે તે માટે લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપાએ અત્યાર થી દરેક મતદાન કેન્દ્ર પર તેમના પોતાના પુલિંગ એજન્ટ/ કાર્યકર્તાઓને ગોઠવવાની મથામણમાં પડ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત સહયોગી સંગઠન પણ પોતાની મોટી ભૂમિકા અદા કરવાને વ્યુ-રચના બનાવવામાં લાગી ગયા છે. નેતૃત્વ સંઘ પાસે હશે. ભાજપાનું લક્ષ્ય છે કે, વર્ષ-૨૦૨૯ ની સામાન્ય ચૂંટણીમાં તેમની પાસે દક્ષિણના દરેક ચૂંટણી બુથ પર પોતાના કાર્યકર્તાઓ હોય.

(11:17 PM IST)