તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ભ્રષ્ટાચાર મુક્તના દાવાઓ વચ્ચે ૬૬% વ્યવસાયોએ સરકારી સેવા માટે આપી લાંચ
કુલ લાંચમાંથી ૭૫ ટકા સરકારી વિભાગો જેમ કે કાનૂની, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ, આરોગ્ય વગેરેના અધિકારીઓને આપવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૯: ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના અને સરકારી વ્યવસ્થાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા હોવાના દાવાઓ વચ્ચે એક સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૬૬% વ્યવસાયોએ સરકારી સેવાઓ મેળવવા માટે લાંચ આપી છે. અહેવાલ અનુસાર તેમણે સપ્લાયર તરીકે સફળ થવા, ક્વોટેશન અને ઓર્ડરને સુરક્ષિત કરવા અને ચૂકવણી એકત્રિત કરવા માટે લાંચ આપી હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જેમ કે ઘણા વ્યવસાયો નામ આપ્યા વિના ખાતરી આપી છે કે, સરકારી વિભાગોમાં પરમિટ અથવા પાલન પ્રક્રિયાને ઝડપી બનાવવા ઇચ્છતા હોય ત્યારે લાંચ એ સામાન્ય બાબત કે એક માર્ગ બની જાય છે. સરકારી વિભાગો પાસેથી લાઇસન્સની ડુપ્લિકેટ નકલ અથવા મિલકતની બાબતો સાથે સંબંધિત કંઈપણ મેળવવાનું હોય ત્યારે પણ લાંચ આપ્યા વિના છૂટકો નથી. સર્વેક્ષણમાં છેલ્લા ૧૨ મહિનામાં ૬૬ ટકા વ્યવસાયો લાંચ ચૂકવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઓનલાઈન પ્લેટફોર્મ લોકલક્રિકલ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૫૯ જિલ્લાઓમાં સર્વેક્ષણ કરાયેલ લગભગ ૬૬ ટકા બિઝનેસ કંપનીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ છેલ્લા ૧૨ મહિનામાં લાંચ આપી છે. આ સર્વેક્ષણ દરમિયાન ૧૮,૦૦૦ લોકો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. જેમાંથી ૫૪ ટકા જેટલા લોકોને લાંચ આપવાની ફરજિયાત ફરજ પડી હતી, જ્યારે ૪૬ ટકા લોકોએ ઝડપી કામગીરી પૂર્ણ થાય તે માટે સ્વેચ્છાએ આપી હતી.
આ સર્વે ૨૨ મેથી ૩૦ નવેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આપવામાં આવેલી કુલ લાંચમાંથી ૭૫ ટકા સરકારી વિભાગો જેમ કે કાનૂની, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ, આરોગ્ય વગેરેના અધિકારીઓને આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે ઘણા લોકોએ ઞ્લ્વ્ અધિકારીઓએ, પ્રદૂષણ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાવર વિભાગને લાંચ આપી હોવાનું પણ જણાવ્યું છે.(૨૩.૩)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
