<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભાણેજના લગ્નમાં ૨ કરોડનું મામેરૂ ભર્યુ : ૨૫ તોલા સોનું, એક નવું ટ્રેક્‍ટર અને ૧ કરોડ રોકડા આપ્‍યા

ભાઈ હોય તો આવોઃ મામા પોતાના ભાણેજ માટે વધુમાં વધુ મામેરું આપવાની કોશિશ કરે છે

નાગૌર, તા.૯: રાજસ્‍થાનના નાગૌર જિલ્લામાં અનોખા મામેરા ભરવાની પરંપરા કેટલાય વર્ષોથી ચાલી આવે છે. દર વર્ષે લગ્નની સીઝનમાં જિલ્લામાં એકથી એક ચડિયાતા મામેરા જોવા મળે છે. તેમાં જે ઘરમાં લગ્ન થઈ રહ્‍યા હોય છે, તે ઘરની છોકરીના મામા પોતાના ભાણેજ માટે વધુમાં વધુ મામેરું આપવાની કોશિશ કરે છે, જેથી તેમની બહેન કે દીકરીને લગ્નમાં કોઈ જાતની કમી ન આવે.

 આ પરંપરાને નિભાવતા નાગૌરમાં આજે પણ મામેરું આપવાની પ્રથા ચાલુ છે. આવું જ એક મામેરું ૨ કરોડ રૂપિયાનું નાગૌર જિલ્લાના માલગાંવમાં ભરવામાં આવ્‍યું હતું. જે સંતોષ દેવીના ઘરે આ મામેરું આવ્‍યું હતું.

જિલ્લાના બારુડી કસ્‍બામાં રહેતા રિટાયર્ડ ટીચર રામનારાયણ ઝાડવાલે પોતાની દીકરીના લગ્નમાં બે કરોડથી વધારેનું મામેરું ભર્યું હતું. હેડ તાલુકામાં આવેલા એક ગામમાં રામનારાયણને બે દીકરા છે. એક દીકરો ડોક્‍ટર છે અને બીજો વિદેશમાં મોટો બિઝનેસમેન છે. બંનેએ મળીને પોતાની બહેન સંતોષના લગ્ન નજીકના ગામમાં જ રહેતા મીનરાન ઢાકા સાથે કર્યા હતા. લગ્ન પહેલા બે કરોડથી વધારેનું મામેરું ભર્યું છે. જેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી.

આ મામેરામાં બહેનના સાસરિયાના તમામ લોકોને ૧૪૦ ચાંદીના સિક્કા આપવામાં આવ્‍યા. ગામની દીકરીઓને કપડાં પણ આપવામાં આવ્‍યા. ડોક્‍ટર અશોક ઝરવાલ ખુદ સરકારી હોસ્‍પિટલમાં ડોક્‍ટર છે. તેમનો એક ભાઈ ઓસ્‍ટ્રેલિયામાં નર્સિંગ ઓફિસર છે. છોકરીના નાના રામનારાયણ ઝરવાલમાં પોતાની ભાણેજનું મામેરું દિલથી ભરવાની વાત કહી તો પરિવારે બહેન માટે આ ક્ષણને યાદગાર બનાવવાનો નિર્ણય લીધો.

પરિવારે જણાવ્‍યું કે, આ બધા ઉપરાંત તેમણે મામેરાની રસમ દરમ્‍યાન જમાઈને બાજરાથી ભરેલી ટ્રોલી અને ટ્રેક્‍ટર પણ ગિફ્‌ટમાં આપ્‍યું. મામેરામાં એક કરોડ એક લાખ રૂપિયા રોકડા આપ્‍યા. નાગૌરમાં ૩૫ લાખનો એક પ્‍લોટ, ૨૫ તોલા સોનું અને ૫ કિલો ચાંદીના ઘરેણાં. નવા ટ્રેક્‍ટરથી ભરેલી અનાજના કોથળા. ગામની દરેક બહેન દીકરી માટે કપડાં અને પરિવારના સભ્‍યો માટે ચાંદીના સિક્કા આપ્‍યા હતા.

(9:59 AM IST)