<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

હાય રે મજબૂરી : ટેક્‍સીની છત પર ભાઈની લાશ બાંધીને ગામડે લઈ ગયા : માનવતા લજવાઈ

ગરીબ યુવતીએ એમ્‍બ્‍યુલન્‍સવાળાને લાશ લઈ જવા માટે વાત કરી તો તેમણે ૧૦થી ૧૨ હજાર રૂપિયા માગ્‍યા : પૈસા ન હોવાના કારણે પોતાના ભાઈની લાશને યુવતીએ ટેક્‍સીની છત પર બાંધીને પોતાના ગામમાં લઈ જવા મજબૂર બની

હલ્‍દ્વાની, તો૯: ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પ્રેમાળ હોય છે. મા પછી બહેન જ હોય છે, જે ઘરમાં પોતાના ભાઈનું સૌથી વધારે ધ્‍યાન રાખતી હોય છે. ભાઈ પણ બહેનને પોતાની દરેક જરૂરી વાત શેર કરતી હોય છે. પણ ઉત્તરાખંડમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે કહેશો શું માણસાઈથી મોટો રૂપિયો છે? હકીકતમાં એક ભાઈ-બહેન ઘરથી ૧૯૫ કિમી દૂર હલ્‍દ્વાનીની એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. અચાનક એક દિવસ ભાઈની તબિયત ખરાબ થઈ. જે બાદ બહેને તેને હોસ્‍પિટલમાં દાખલ કર્યો. સારવાર દરમ્‍યાન ભાઈનું મોત થઈ ગયું. જે બાદ ભાઈની લાશને લઈ જવા માટે રૂપિયા ઓછા પડયા. તો બહેને મજબૂરીમાં પોતાના ભાઈની લાશને ટેક્‍સીની છત પર બાંધીને લઈ જવી પડી.

ભાઈના મોત બાદ જ્‍યારે ગરીબ યુવતીએ એમ્‍બ્‍યુલન્‍સવાળાને લાશ લઈ જવા માટે વાત કરી તો તેમણે ૧૦થી ૧૨ હજાર રૂપિયા માગ્‍યા. પૈસા ન હોવાના કારણે પોતાના ભાઈની લાશને યુવતીએ ટેક્‍સીની છત પર બાંધીને પિથોરાગઢ જિલ્લામાં આવેલા પોતાના ગામમાં લઈ જવા મજબૂર બની. જેવી આ ઘટનાની જાણકારી મળી તો સીએમ પુષ્‍કર સિંહ ધામીએ તાત્‍કાલિક આ મામલે તપાસના આદેશ આપી દીધા અને અધિકારીઓને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે કહ્‍યું.

પોલીસે જણાવ્‍યું કે, બેરીનાગના એક ગામની રહેવાસી ૨૨ વર્ષની યુવતી જેનું નામ શિવાની છે, તે પોતાનાથી ૨ વર્ષ નાના ભાઈ અભિષેક સાથે હલ્‍દ્વાનીના હલ્‍દૂચૌડમાં એક કંપનીમાં કામ કરતી હતી. અચાનક શુક્રવારે અભિષેકને માથામાં દુખાવો ઉપડયો અને કામ પરથી જલ્‍દી ઘરે આવી ગયો. થોડી વાર પછી તે રેલવે ટ્રેક પાસે બેભાન અવસ્‍થામાં મળ્‍યો. જે બાદ તેની સારવાર માટે સુશીલા તિવારી રાજકીય મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્‍યો. જ્‍યાં ડોક્‍ટર્સે તેને મળત જાહેર કર્યો.

પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યા બાદ પોલીસે શનિવારે અભિષેકની લાશ શિવાનીને સોંપી દીધી. પીડિત બહેને જણાવ્‍યું કે, લાશને ગામડે લઈ જવા માટે હોસ્‍પિટલના શવગળહ બહાર ઊભેલી કેટલીય એમ્‍બ્‍યુલન્‍સને વાત કરી, પણ તેમણે ૧૦-૧૨ હજાર ભાડું કીધું. આટલા રૂપિયા તેની પાસે હતા નહીં, એટલા માટે તેણે ઓછું ભાડૂ લેવા માટે વિનંતી કરી. પણ કોઈની માનવતા જાગી નહીં. તેમણે જણાવ્‍યું કે, છેલ્લે પોતાના ગામના એક ટેક્‍સી ચાલકને બોલાવ્‍યો અને ભાઈની લાશને સામાનની માફક ટેક્‍સીની છત પર બાંધીને ૧૯૫ કિમી દૂર ઘર સુધી લઈ ગઈ.

તેના વિશે પૂછતા સુશીલા તિવારી રાજકીય મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડો. અરુણ જોશીએ કહ્‍યું કે, ‘‘મામલો હોસ્‍પિટલ બહારનો છે, તેથી તેમના ધ્‍યાનમાં આવ્‍યો નથી. તેમણે કહ્‍યું કે, જો હોસ્‍પિટલની અંદરની વાત હોત અને તેમના ધ્‍યાનમાં આવી હોત તો ચોક્કસથી મદદ કરત.'હોસ્‍પિટલ બહાર ઊભેલા દર્દીઓના પરિવારોએ કહ્‍યું કે, એમ્‍બ્‍યુલન્‍સવાળા કોઈના કાબૂમાં નથી અને દર્દીઓને એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ લઈ જવા માટે મનફાવે તેવા ભાડા વસૂલે છે.

મુખ્‍યમંત્રીના ધ્‍યાનમાં આ વાત આવતા તપાસના આદેશ આપ્‍યા છે. સરકારના એક પ્રવક્‍તાએ દેહરાદૂનમાં જણાવ્‍યું કે, ધામીએ રાજ્‍યના સ્‍વાસ્‍થ્‍ય સચિવ ડો. આર. રાજેશ કુમારને આ મામલે વિસ્‍તળત તપાસ કરવા અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કહ્‍યું છે. તેમણે કહ્‍યું કે, મુખ્‍યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપતા કહ્‍યું કે, આવી ઘટના ફરી વાર થવી જોઈએ નહીં.

(10:00 AM IST)