<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

દિલ્‍હીની ૪૦ સ્‍કુલોને બોંબ વિસ્‍ફોટથી ફુંકી મારવા ધમકી

ધમકીભર્યા ઇ-મેઇલ મળતા ગભરાટ : બાળકોને તત્‍કાલ ઘરે મોકલી દેવાયા : ઇ-મેઇલ મોકલનાર કોણ ? તપાસ શરૂઃ બોંબ ફુટશે તો નુકશાન થશે : ઇ-મેઇલ મોકલનારે બ્‍લાસ્‍ટ રોકવાના બદલામાં ૩૦,૦૦૦ ડોલરની માંગણી કરી : બોંબની ધમકી અફવા નીકળી

નવી દિલ્‍હી, તા.૯: દિલ્‍હીની બે મોટી શાળાઓ સહિત ૪૦ શાળાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકીને કારણે ગભરાટ ફેલાયો હતો. ઝભ્‍લ્‍ આરકે પુરમ અને પશ્‍ચિમ વિહારની જીડી ગોએક્રા સ્‍કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્‍યા હતા. દિલ્‍હી ફાયર વિભાગને સવારે લગભગ ૭ વાગ્‍યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્‍કૂલ મેનેજમેન્‍ટે તાત્‍કાલિક કાર્યવાહી કરી બાળકોને પાછા મોકલી દીધા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સવારે જ્‍યારે બાળકો શાળાએ પહોંચ્‍યા ત્‍યારે તેમને પાછા મોકલી દેવામાં આવ્‍યા અને કહેવામાં આવ્‍યું કે ત્‍યાં ઈમરજન્‍સી છે અને તેથી સ્‍કૂલ બંધ કરી દેવામાં આવી છે. જો કે તપાસ બાદ આ ધમકી અફવા નીકળી છે તપાસમાં કશુ મળ્‍યુ નથી.

માહિતી મળ્‍યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો શાળાએ પહોંચી હતી અને પરિસરની તપાસ કરી હતી. જો કે, હાલમાં કોઈ વિસ્‍ફોટકની શોધની પુષ્ટિ થઈ નથી. તપાસ ચાલુ છે, અને ઈમેલ મોકલનારને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્‍યા છે. આ ઘટના બાદ શાળાઓમાં તકેદારી વધારી દેવામાં આવી છે.

દિલ્‍હીની ૪૦ થી વધુ શાળાઓને ૮ ડિસેમ્‍બરના રોજ લગભગ ૧૧:૩૮ વાગ્‍યે એક ધમકીભર્યો ઈમેલ મળ્‍યો હતો, જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે તેમના કેમ્‍પસમાં બોમ્‍બ મૂકવામાં આવ્‍યા છે. મેલમાં કહેવામાં આવ્‍યું હતું કે જો બોમ્‍બ વિસ્‍ફોટ થશે તો મોટું નુકસાન થશે. મેલ મોકલનારએ બ્‍લાસ્‍ટ રોકવાના બદલામાં ૩૦ હજાર ડોલરની માંગણી કરી હતી.

આ ઘટના બાદ દિલ્‍હી પોલીસે ઈમેલ મોકલનારને ઓળખવા માટે આઈપી એડ્રેસ અને અન્‍ય ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી છે. ખતરાને કારણે સાવચેતીના પગલારૂપે મોટાભાગની શાળાઓ બંધ રાખવામાં આવી હતી. સવારે જ્‍યારે બાળકો શાળાએ પહોંચ્‍યા ત્‍યારે તેમને ઈમરજન્‍સી ટાંકીને ઘરે પરત મોકલી દેવામાં આવ્‍યા હતા. હાલ પોલીસ અને સંબંધિત એજન્‍સીઓ તપાસમાં લાગેલી છે, અને સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન કરવામાં આવી છે.

દિલ્‍હીની શાળાઓને તાજેતરમાં બોમ્‍બની અનેક ધમકીઓ મળી રહી છે. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. એક મહિના પહેલા પણ આવા જ સમાચાર સામે આવ્‍યા હતા. જ્‍યારે દિલ્‍હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્‍બની ધમકીઓ મળી હતી.

તામિલનાડુની એક CRPF શાળાને ૨૧ ઓક્‍ટોબરની રાત્રે ધમકી મળી હતી, જેના પગલે દેશની તમામ સંલગ્ન શાળાઓને ચેતવણી મોકલવામાં આવી હતી. જોકે, તમામ ધમકીઓ નકલી સાબિત થઈ હતી.

૨૦ ઓક્‍ટોબરે દિલ્‍હીના રોહિણી વિસ્‍તારમાં CRPF સ્‍કૂલની દિવાલમાં બ્‍લાસ્‍ટ થયો હતો, જેમાં નજીકની દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. આ ઘટના બાદ દિલ્‍હી પોલીસે આવી ધમકીઓને ખૂબ ગંભીરતાથી લીધી હતી.

(10:22 AM IST)