તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી - ૨૩: ‘‘પોતાની સામે કોઇ વિષયનો અનુભવ કરો. આ એક વિષયને છોડીને બીજા બધા વિષયોની ગેરહાજરીનો અનુભવ કરો. પછી વિષય- ભાવ અને એના ગેરહાજર ભાવને છોડીને આત્મોલબ્ધ થાઓ''
ઉદાહરણ રૂપે કોઇ પણ વિષય જેમ કે અકે ગુલાબનું ફૂલ છે - કોઇપણ વસ્તુ ચાલશે જોવાથી નહી ચાલે, અનુભવ કરવાનો છે. તમે ગુલાબના ફુલને જુઓ છો પરંતુ એનાથી તમારૂ હૃદય આંદોલિત થતું નથી ત્યારે તમે ગુલાબને અનુભવ કરતા હોતા નથી. નહિતર તમે રડતા અને બુમો પાડતો કે તમે હસત અને નાચત. તમે ગુલાબને મહેસૂસ કરી રહ્યા નથી. ફકત ગુલાબને જોઇ રહ્યા છો. ગુલાબનું ફુલની સાથે રહો એને જુઓ અને ફરી એને મહેસુસ કરો, એનો અનુભવ કરો અનુભવ કરવા માટે શું કરવાનું છે? એને સ્પર્શ કરો, એને સંૂધો, અને ગહેરો શારીરીક અનુભવ બનવા દો. પહેલા પોતાની આંખો બંધ કરો અને ગુલાબને તમારા ચહેરાને અડકવા દો. એ સ્પશને મહેસુસ કરો. પછી ગુલાબને આંખોથી સ્પર્શ કરો. પછી ગુલાબને નાકથી સુંધો. પછી ગુલાબને હૃદય પાસે લઇ જાઓ અને તેની સાથે મૌન થઇ જાઓ.ગુલાબને તમારો ભાવ અર્પિત કરો. બીજુ બધું ભુલી જાઓ આખી દુનિયાને ભુલી જાઓ અને એવી રીતે ગુલાબની સાથે સમગ્રતાથી રહો.
જો તમારૂ મન બીજી વસ્તુઓ બાબત વિચાર કરી રહ્યું છે તો ગુલાબની અનુભવ ગહન નહી જાય બીજા બધા ગુલાબોને ભુલી જાઓ બીજા બધાને ભુલી જાઓ. ફકત આ ગુલાબને જ રહેવા દો, એ જ ગુલાબ બસ એ જ ગુલાબ બીજુ બધુ ભીલી જાઓ અને ગુલાબને તમારા ઉપર આચ્છાદિત થઇ જવા દો. એમ સમજો કે તમે એ ગુલાબમાં ડુબી ગયા છો. ત્યારે આત્મોલબ્ધ થઇ જશો.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
