તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
માળીયાહાટીનાના ભંડૂરી પાસે બે કારની ટક્કર 5 વિદ્યાર્થી સહિત 7ના મોત
એક કારનો ગેસનો બાટલો ઉડીને પડતા બાજુના ઝૂપડામાં પણ ભાગ ભભૂકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃતા. ૯ :.. જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે આ દુર્ઘટનામાં પાંચ વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
અકસ્માત બાદ કારમાં આગ લાગતા ગેસની બોટલ ફાટતા રોડની બાજુમાં રહેલ ઝુપડામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
માળિયા હાટીનાં પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ વ્યક્તિના મળત્યુ થયા હોવાનું જાણવા મળેલ છે.
આ અકસ્માતથી કારમાંથી ગેસનો બાટલો ઉડીને પડતા બાટલો ફાટતા આસપાસનાં ઝૂંપડાઓમાં આગ લાગી હતી.
અકસ્માત અને આગની દુર્ઘટનાની જાણ થતાં લોકો પોલીસ અને ૧૦૮નો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
આ ગોઝારા અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, આજે વહેલી સવારે સોમનાથ તરફ જતી કાર કોઈ કારણસર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ખાબકતા સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ પડી હતી.
આ અકસ્માતથી કારમાં રહેલ ગેસનો બાટલો ફાટતા અને આ બાટલો ઊડીને ખાબકતા આસપાસમાં રહેલા ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી.
એસેન્ટ ફોરવ્હીલ ગાડી જેના રજી નં-GJ-૧૧-S-૪૪૧૬ વાળી જે કેશોદ તરફથી આવતી હતી જેમાં કુલ પાંચ વ્યકતી બેસેલ હતા તેમાંથી (૧) નકુલ વિક્રમભાઇ કુવાડીયા જાતે-આહીર ઉ.વ.૨૫ રહે.માણેકવાડા હાલ-કેશોદ (ર) ધરમભાઇ વીજયભાઇ ધરાદેવ જાતે-બ્રાહ્મણ રહે.જુનાગઢ તળાવ દરવાજા એ.સી.બી. ઓફીસની સામે (૩) અક્ષતભાઇ સમીરભાઇ દવે જાતે- બ્રાહ્મણ રહે.રાજકોટ (૪) ડ્રાઇવર - વજુભાઇ કરશનભાઇ રાઠોડ જાતે-દરબાર ઉ.વ.૬૦ રહે.જુનાગઢ બીલખારોડ (૫) ઓમ રજનીકાંતભાઇ મુંગરા રહે.રાજકોટ વાળાઓ માણસો બેસેલ હતા જે ગડુ ખાતે સૌરભ કોલેજ ખાતે પરીક્ષા આપવા જતા હોય તેમના મૃત્યુ થયા છે. જે ફોરવ્હીલ કેશોદ તરફથી આવતી હતી અને ડીવાઇડર ઠેકી રોંગસાઇડમા બીજી ગાડી સેલેરીયો ફોરવ્હીલ જેના રજી.નં.GJ-૧૧-CD-૩૦૦૪ વાળીમાં બે વ્યકતી બેસેલ હતા જેમા (૧) વીનુભાઇ દેવશીભાઇ વાળા આહીર ઉ.વ.૩૫ રહે.જાનુડા ગામ તાલુકો-માળીયા હાટીના (૨) રાજુભાઇ કાનજીભાઇ ખુંટણ જાતે-કોળી ઉ.વ.૪૦ રહે.ડાભોર તા.વેરાવળના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતગ્રસ્ત એક કારમાં વિદ્યાર્થીઓ સવાર હતા તેઓ પરીક્ષા આપવા માટે જુનાગઢ આવી રહ્યા હતા.
બે કાર વચ્ચેના ગોઝારા અકસ્માતથી સાત વ્યક્તિના મળત્યુ થયા હોવાનું અને બંને કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.
વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ મળતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)
ભંડુરી પાસેના અકસ્માતના હતભાગી મૃતકોમાં રાજકોટ, વેરાવળ, જૂનાગઢના યુવકો
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૯ : માળીયાહાટીના પાસેના અકસ્માતનો ભોગ બનેલા ૭ યુવકોની ઓળખ મળી છે.
જેમાં (૧) વિનુભાઇ દેવશીભાઇ વાળા આહિર ૩૫, જાનુડાગામ (૨) નકુલ વિક્રમભાઇ કુવાડીયા આહિર, ૨૫ માણેકવાડા (હાલ કેશોદ) (૩) ઓમ રજનીકાંતભાઇ મુગરા (રાજકોટ) (૪) રાજુ કાનજીભાઇ ખુટણ કોળી, ૪૦ ડાભોર- વેરાવળ (૫) ધરમવિજયભાઇ ઘરાદેવ બ્રાહ્મણ જૂનાગઢ તળાવ દરવાજા (૬) અક્ષત સમીરભાઇ દવે, રાજકોટ એ.સી.બી. સામે. (૭) વજુભાઇ કરશનભાઇ રાઠોડ ૬૦, દરબાર, જૂનાગઢ બિલખારોડનો સમાવેશ થાય છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
