<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

અસદ રશિયા ભાગી જતા જ અમેરિકાઍ સીરિયા પર બોમ્બમારો શરૂ કર્યો isis ૭૫ ઠેકાણાઓને નષ્ટ કર્યા

અમેરિકાઍ ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓ સામે લડવા માટે દક્ષિણ-પૂર્વ સીરિયામાં લગભગ ૯૦૦ સૈનિકોની ટુકડી તૈનાત કરી

વોશીંગ્‍ટન, તા.૯ : સીરિયા અપડેટઃ સીરિયામાં રવિવારે થયેલા બળવાથી માત્ર સીરિયાના રાષ્‍ટ્રપતિ અને વડાપ્રધાનની હકાલપટ્ટી થઈ નથી. બલ્‍કે તેનાથી ઘણા દેશોનો તણાવ પણ વધી ગયો છે. રાજધાની સહિત સીરિયાના તમામ મોટા શહેરો અને ઘણા ભાગોમાં જેહાદી બળવાખોરો બંદૂકો અને ગોળીબાર સાથે ઘૂમી રહ્યા છે. બળવાખોરો વિજય અને સ્‍વતંત્રતાની ઉજવણી કરી રહ્યા છે. અહીંની હવામાં ગનપાઉડરની ગંધ છે અને તેમાં અમેરિકાનો પણ હાથ છે. વાસ્‍તવમાં, રાષ્‍ટ્રપતિની સત્તા સમાપ્ત થતાંની સાથે જ અમેરિકાએ સીરિયા પર બોમ્‍બ છોડવાનું શરૂ કર્યું. અમેરિકાએ રવિવારે સીરિયાની અંદર ISISના ડઝનબંધ સ્‍થાનોને નિશાન બનાવ્‍યા હતા.

યુએસ સેન્‍ટ્રલ કમાન્‍ડે કહ્યું છે કે તેણે બી-૫૨, એફ-૧૫ અને એ-૧૦ સહિત યુએસ એરફોર્સના એરક્રાફ્‌ટનો ઉપયોગ કરીને સેન્‍ટ્રલ સીરિયામાં ૭૫થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. એટલું જ નહીં, અમેરિકાએ ઇસ્‍લામિક સ્‍ટેટના લડવૈયાઓ સામે લડવા માટે દક્ષિણ-પૂર્વ સીરિયામાં લગભગ ૯૦૦ સૈનિકોની ટુકડી તૈનાત કરી છે. તેણે એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે તે સીરિયામાંથી પોતાની હાજરી હટાવશે નહીં

અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બિડેને સ્‍પષ્ટપણે કહ્યું છે કે અમારી પાસે સ્‍પષ્ટ માહિતી છે કે ઇસ્‍લામિક સ્‍ટેટ ઉગ્રવાદી જૂથ (ISIS) સીરિયામાં પોતાને ફરીથી સ્‍થાપિત કરવા માટે વર્તમાન પરિસ્‍થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરશે. પરંતુ અમે આવું થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે તેમના દળોએ રવિવારે સીરિયાની અંદર ISIS વિરુદ્ધ હુમલા કર્યા હતા.

બિડેને એમ પણ કહ્યું હતું કે અસદ શાસનનું પતન એ ન્‍યાયનું મૂળભૂત કાર્ય છે. તેમણે કહ્યું,સીરિયાના સહનશીલ લોકો માટે આ ઐતિહાસિક તકની ક્ષણ છે ૨૪ વર્ષ સુધી દેશ પર શાસન કરનાર અસદ હવે મોસ્‍કોમાં રાજકીય આશ્રય પર છે. જ્‍યારે અસદનો પરિવાર સીરિયામાં ૫ દાયકા સુધી શાસન કરતો હતો

(11:10 AM IST)