<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

IRCTCની વેબસાઈટ ડાઉન : બુકિંગ સહિતની તમામ સર્વિસ ઠપ્‍પ

બે કલાકથી સેવાઓ ઠપ છતાં રેલ્‍વે પાસે કોઈ જવાબ નથી

નવી દિલ્‍હી, તા.૯: ભારતીય રેલ્‍વેના ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્‍લેટફોર્મ ઈન્‍ડિયન રેલ્‍વે કેટરિંગ એન્‍ડ ટુરિઝમ કોર્પોરેશન પરથી ટિકિટનું ઓનલાઈન બુકિંગ, કેન્‍સલેશન, તત્‍કાલ ટિકિટ બુકિંગ જેવી બધી જ સેવાઓ ઠપ થઇ ગઈ છે. IRCTCની વેબસાઈટ ડાઉન હોવાને કારણે મુસાફરો ટિકિટનું બુકિંગ કરી શકયા ન હતા. સામાન્‍ય રીતે એપ્‍લીકેશનના મેન્‍ટેનન્‍સનું કામ રાત્રે ૧૧ વાગ્‍યા પછી કરવામાં આવે છે. પરંતુ ત્‍ય્‍ઘ્‍વ્‍ઘ્‍ના બધા પ્‍લેટફોર્મ આજ સવારથી જ ઠપ થઇ ગયા હતા.  

વેબસાઈટને ટ્રૅક કરતા ટૂલ Downdetectorના જણાવ્‍યા અનુસાર, યુઝર્સને આજે IRCTCની વેબસાઈટ અને મોબાઈલ એપ પ્‍લેટફોર્મ પર સમસ્‍યાઓનો સામનો કરવો પડયો હતો. લગભગ ૫૦ ટકા યુઝર્સ વેબસાઈટ ચાલુ કરી શકયા ન હતા. જ્‍યારે ૪૦ ટકા મોબાઈલ એપ યુઝર્સને એપનો ઉપયોગ કરવામાં મુશ્‍કેલી પડી હતી. અને ૧૦ ટકા લોકો ટિકિટ બુક કરાવી શકતા નથી. જેને લઈને મુસાફરોને હાલાકીનો સામનો કરી રહ્‍યા છે.

આજે સવારથી જ IRCTCની વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે. બે કલાકથી બુકિંગ સહિતની બધી જ સર્વિસ ઠપ થઇ ગઈ છે. હજુ સુધી એક પણ પ્‍લેટફોર્મ પૂરી રીતે કાર્યરત થયા નથી. સાઈટને ખોલતાની સાથે માત્ર મેઈન્‍ટેનન્‍સ ચાલુ હોવાનો મેસેજ  જ મળી રહ્‍યો છે. વેબસાઈટ કેમ ડાઉન છે તે અંગે રેલવે કે IRCTC તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્‍યું નથી. તત્‍કાલ ટિકિટ બુકિંગ સવારે ૧૦-૧૧ વાગ્‍યાની વચ્‍ચે ચાલુ થાય છે. IRCTC એપ અને મોબાઇલ બંનેમાં સમસ્‍યાઓ છે. યૂઝર્સ એપ ઓપન કરી શકતા નથી. હવે સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી રહ્‍યા છે. લોકો IRCTC અને ભારતીય રેલ્‍વેને ટેગ કરીને ઘણાં સવાલો પૂછી રહ્‍યા છે. પરંતુ રેલ્‍વેએ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્‍યો નથી.

(4:26 PM IST)