તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ઝારખંડ હાર પછી એનડીએમાં વધ્યો ડખો હારનું ઠીકરૂ આજસુ એ ભાજપા પર ફોડયું

રાંચીઃ આજસૂ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન માટે ભાજપા સાથે સમન્વયના અભાવને જવાબદાર ગણાવ્યો છે.સોમવારે હરમુ સ્થિત પક્ષ કાર્યાલયમાં થયેલ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં આવેલા અણધાર્યા પરિણામો પર સંસદીય બોર્ડ અને ઉમેદવારો વચ્ચે ચર્ચા થઇ હતી. તેમાં કહેવામાં આવ્યું કે જે બેઠકો પર પક્ષે ઉમેદવારો મૂકયા હતા એ બેઠકો પર સમન્વયના અભાવના કારણે ભાજપા અને અન્ય પક્ષો સાથે ગઠબંધનનો લાભ પક્ષને ના મળ્યો.
એમ પણ કહેવામાં આવ્યું કે એનડીએનો મોટો ઘટક પક્ષ ભાજપા ચૂંટણીમાં જે એજન્ડા લઇને આવ્યો તે પણ આ પરિણામનું કારણ રહ્યો હતો.તેનું નૂકસાન આજસુએ ભાગવવું પડયુ.
બેઠકમાં કેટલાક ઉમેદવારોએ જયરામ મહતો ના પક્ષ જેકે એલએમના કારણે મતોના થયેલા વિભાજનને પણ હારનું કારણ ગણાવ્યું બેઠકમાં હાર માટે સ્થાનિક મુદાઓ ખાસ કરીને ખતિયાન આધારીત સ્થાનિક નીતિ,કુરમીને એસટીનો દરજજો, ઓબીસી અનામત વધારવા વગેરે પર ચંૂટણી દરમ્યાન ધ્યાન નહીં આપવાને જવાબદાર ગણાવાયા.
બીજી તરફ વિપક્ષી છાવણી મઇયા સમ્માન યોજના, વીજ બીલ માફી જેવી લોકોને આકર્ષતી યોજનાઓ લઇને આવી. બેઠકને સંબોધિત કરતા પક્ષ પ્રમુખ સુદેશ મહતોએ કહ્યું કે અમે જનાદેશનું સન્માન કરીએ છીએ તથા ઇન્ડીયા ગઠબંધન દ્વારા પ્રજાને અપાયેલા લોભામણા વચનો પુરા કરવાની અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
