<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

સરદાર પટેલના સદ્‌ગુણો, ત્‍યાગ, કઠોર પરિશ્રમ અને દુરંદેશીપણાથી આજે દેશને લાભ થઇ રહયો છે : અમિતભાઇ

રાજસ્‍થાનમાં સરદાર પટેલની ૧૧ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરતા કેન્‍દ્રિય ગૃહમંત્રી

જોધપુર, તા.૯: કેન્‍દ્રીય ગળહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે રાજસ્‍થાનના જોધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૧ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવત તથા અન્‍ય અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ સરદાર પટેલની પ્રતિમા આવનારી પેઢીઓ માટે દેશવાસીઓને તેમના સિદ્ધાંતો અને આદર્શોને અનુસરવાની પ્રેરણા આપશે.

અમિતભાઇ શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલ ઇતિહાસનું એક પાનું છે, જેને ન્‍યાય આપવામાં ઇતિહાસ અને રાષ્‍ટ્ર બંને નિષ્‍ફળ રહ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરદાર પટેલ જેવા મહાપુરુષનાં સદ્‌ગુણો, ત્‍યાગ, કઠોર પરિશ્રમ અને દૂરંદેશીપણાથી આજે દેશને લાભ થઈ રહ્યો છે, પણ અગાઉ તેમને યોગ્‍ય માન્‍યતા અને સન્‍માન મળ્‍યાં નહોતાં. શાહે જણાવ્‍યું કે, દાયકાઓ સુધી એક પરિવારની ભક્‍તિમાં ડૂબેલી પાર્ટીએ કયારેય સરદાર પટેલનું સ્‍મારક પણ બનાવ્‍યું નથી. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર પટેલનું સન્‍માન કર્યું હતું.

કેન્‍દ્રીય ગળહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, ભારત સરદાર પટેલનાં ગુણો અને યોગદાનને કયારેય ભૂલી શકશે નહીં. સરદાર પટેલ એક એવી વ્‍યક્‍તિ હતા, જેમણે કયારેય ખ્‍યાતિ કે ઓળખની પરવા કરી નહોતી અને દેશ સામે ઊભા થયેલા પડકારોનો સામનો કર્યો હતો, તેમને તેમાંથી મુક્‍ત કર્યા હતા.  જો સરદાર પટેલનું અસ્‍તિત્‍વ જ ન હોત, તો ૫૫૬થી વધારે રજવાડાંઓ એક થયા ન હોત અને આજે આપણે જોઈએ છીએ તે મુજબ ભારતનો નકશો અસ્‍તિત્‍વમાં જ ન હોત. સરદાર પટેલનું પ્રદાન છે, જેણે ભારતને ભારતીય સંઘ તરીકે એકજૂટ થવાની તક આપી છે. ગુજરાત અને રાજસ્‍થાનનાં કેટલાંક રજવાડાંઓને વિવિધ ષડયંત્રોમાંથી બહાર લાવવામાં અને તેમને ભારત સાથે જોડવામાં સરદાર પટેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સરદાર પટેલની ૧૧ ફૂટ ઊંચી પ્રતિમાનું વજન ૧૧૦૦ કિલોગ્રામ છે, જે અનેક ધાતુઓની બનેલી છે અને તેને ૮ ફૂટ ઊંચી પેડેસ્‍ટલ પર મૂકવામાં આવી છે. આ પ્રતિમાની ઊંચાઈ ૧૧ ફૂટ હોવા છતાં તેની સુગંધ યુગો સુધી ફેલાશે. જોધપુરના મહારાજાને જોધપુર રજવાડું ભારતમાં ભેળવવા સરદાર પટેલે જ સમજાવ્‍યા હતા. સરદાર પટેલે જોધપુર એરબેઝને વ્‍યૂહાત્‍મક એરબેઝમાં પરિવર્તિત કર્યું હતું, જેણે ભારતની સુરક્ષામાં યોગદાન આપ્‍યું હતું.

(2:56 PM IST)