<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

સટ્ટાના ખેલથી લાઇવ મર્ડર સુધી દોરી જતું અંધારી આલમ

ડાર્કવેબના સૌથી ડેન્‍જરસ પાર્ટ પર હાર્ડકોર ક્રાઇમની અંધારી દુનિયાનો સકંજો

મુંબઇ, તા.૯: ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇંમના બનાવો તંત્રો માટે ચેલેન્‍જિગ બન્‍યા છે. સાઈબર ક્રિમિનલ્‍સ નીત-નવી ટેકનિકથી પોતાના બદઇરાદાને અંજામ આપી રહ્યા છે. આમ પણ સાયબર સ્‍પેસમાં ડાર્કવેબ ગોરખધંધા માટે બદનામ છે. ડ્રગ્‍સ સ્‍મગલિંગ, ગોલ્‍ડ સ્‍મગલિંગ, બ્‍લેકમેલિંગ, ખંડણી વસૂલવી, એક્‍સકોર્ટ સર્વિસ સહિતની ઇંલલિગલ પ્રવળત્તિઓ માટે ડાર્કવેબ વગોવાઇ ચૂકયું છે. જોકે, હવે બદનામ ડાર્કવેબમાં પણ સૌથી ડેન્‍જરસ પાર્ટ રેડ રૂમ્‍સ છે. હિડન કોર્નર એવા રેડ રૂમ્‍સમાં હાર્ડકોર ક્રાઈમની ભરમાર છે. રેપ. મર્ડર, હ્યુમન ટોર્ચરિંગનું લાઈવ સ્‍ટ્રીમીંગ બતાવતી અંધારી દુનિયાનોખતરનાક કાળો કેર રેડ રૂમ્‍સમાં ચાલી રહ્યો છે.

હેકર્સ, સોપારીબાજ માફિયા ડાર્ક  વેબના રેડ રૂમ્‍સ પર એક્‍ટિવ છે. ઇન્‍ટરનેશનલ લેવલે ચાલતો આ ઓનલાઇન કારોબાર ડિજિટલની વર્લ્‍ડની બ્‍લેક કહો કે અતિ ખતરનાક સાઇડ છે. સાઈબર ક્રિમિનલ્‍સ એડવાન્‍સમાં ક્રિપ્‍ટો કરન્‍સીમાં પેમેન્‍ટ લઇ યુઝર્સને વેબ લિક દ્વારા જ એક્‍સેસ આપે છે. વળી, આ વેબ લિંક રેગ્‍યુલર ઇન્‍ટરનેટવાળી લિક તહિં પણ સીધી એનક્રિપ્‍ટેડ હોય છે, જે સીધું એનક્રિપ્‍ટેડ સર્વર તથા આઇપી એડ્રેસ સાથે કનેક્‍ટેડ થાય છે. રેડ રૂમ્‍સમાં સાયકિક કહો કે સાયકો (માનસિક અસ્‍થિર) લોકો જ એકિટવ રહે છે. વિકળત આનંદ, થીલ કે પોતાનો બદલો લેવા યુઝર્સ અહીં પગપેસારો કરે છે.

રેડ રૂમ્‍સમાં ઓનલાઇન ક્રાઇમની સાથે જીવ સટોસટની વિવિધ ગેમ્‍સ રમાડી સફ્‌ટા બેટિંગના ખેલ પણ ખેલાઇ રહ્યા છે. સામાન્‍ય રીતે ગેમ્‍બલિંગ કે સટ્ટાબાજીના ખેલ કોઈ ચીજવસ્‍તુ, પ્રોડક્‍ટ કે ગેમ્‍સ પર થતા હોય છે, પણ અહીં તો તમામ સીમાઓ ઓળંગી હ્યુમન ટોર્ચર, ટ્રાફિકિંગ તથા ૪૨ મર્ડર ઉપર સઢો રમાય છે. આ ગંદા ખેલમાં પીડિત-ભોગ બનનારને શારીરિક- માનસિક હાનિ પહોચે છે.

વિશ્વભરમાં નોંધાયેલા કેટલાંક કિસ્‍સામાં તો જિંદગીથી પણ હાથ ધોવા પડ્‍યા હોય તેવું પણ બન્‍યું છે. દુનિયામાં હરરોજ મર્ડર, રેપ, હ્યુમન ટોર્ચરિંગ (ફૂરતાપૂર્વક હાથ, પગ કાપી નાંખવા) જેવી ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે, જે પૈકી કેટલીક થટનાઓ એવી પણ હોય કે જેનું સીધું કનેક્‍શન ડાર્ક વેબના રેડ રૂમ્‍સ સાથે હોય પરંતુ ડિટેઇલ્‍સ એનક્રિપ્‍ટેડ હોવાથી લેક ઓફ એવિડન્‍સના અભાવે તે વાત સાબિત થઈ શકતી નથી.(

સંજય દત્તની લક, ટેબલ નં.ર૧ તથા ફ્રેન્‍ચ મૂવી રેડ રૂમ્‍સથી પ્રેરિત

૨૦૦૯માં સંજય દત્તની લક મુવી આવી હતી. આ મુવીમાં સંજય દત્ત અને ડેની ડેન્‍ઝોગ્‍પા દુનિયાભરમાંથી અલગ-અલગ લકી કહેવાતા પ્‍લેયસંને શોધી વિશ્વની ચોક્કસ જગ્‍યાએ લઇ જાય છે. અહીં જિંદગી દાવ પર મુકાઇ જાય એવી ઘાતક ગેમ્‍સ રમાડી સટ્ટાબેટિંગના ઓનલાઇન ખેલ ખેલે છે. પ્‍લેયર્સના જીવ પર ઓનલાઇન બોલી લગાવાય છે. ગેમ દીઠ એક-એક પ્‍લેયર માર્યો જાય છે અને અંતે એક પ્‍લેયર ગેમ જીતી જાય છે. આ મુવીએ તે સમયે ભારે ચર્ચા જગાવી હતી. રેડ રૂમ્‍સમાં ચાલતા ગોરખધંધા પરથી જ લક મુવી બની હોવાનું જાણકારોનું કહેવું છે. ૨૦૧૩માં આવેલી પરેશ રાવલની ટૅબલ નં.૨૧ મુવી પણ ડાકંવેબના રેડરૂમ્‍સના ગોરખધંધાથી પ્રેરિત છે. હાલમાં રેડ રૂમ્‍સની અંધારી દુનિયા પર જ ફ્રેન્‍ચ મુવી રિલિઝ થઇ છે. જે મુવીનું ટાઇટલ પણ રેડ રૂમ્‍સ છે. ૧૫ વર્ષ પહેલાંથી જ ઓનલાઇન આ હિડન રેકેટ ચાલે છે પણ પ્રવર્તમાન ડિજિટલાઇઝેશનના પ્રવાહમાં ગુપ્ત રીતે યુવાવર્ગ આ ઇલલિગલ એક્‍ટિવિટિઝ સાથે જોડાઇ ગયો છે. જે સમાજ માટે ખતરાની ઘંટડી છે.

(3:26 PM IST)