<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

અદાણી ગ્રુપ ભારતીય કંપનીઓમાં સૌથી આકર્ષક છે : બ્રોકરેજ ફર્મ નોમુરા

યુએસ જસ્‍ટિસ ડિપાર્ટમેન્‍ટ દ્વારા લાવવામાં આવેલા આરોપના સંકટમાંથી પણ તે બહાર આવી જશે

નવી દિલ્‍હી, તા.૯: અદાણી ગ્રૂપની કંપનીઓ અન્‍ય ભારતીય કંપનીઓમાં ‘સૌથી વધુ આકર્ષક' દેખાઈ રહી છે, કારણ કે અન્‍ય ભારતીય કોર્પોરેટ તેની સરખામણીમાં વધુ ખર્ચાળ બનશે. આ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ નોમુરાનું કહેવું છે, જે મુજબ અદાણી ગ્રૂપ, જે પોર્ટ્‍સથી લઈને પાવર સુધીના બિઝનેસ સાથે સંકળાયેલું છે, તે યુએસ જસ્‍ટિસ ડિપાર્ટમેન્‍ટ દ્વારા લાવવામાં આવેલા આરોપના કારણે તાજેતરના ઉથલપાથલનો ભોગ બની છે તે આ સંકટમાંથી પણ બહાર આવી જશે.

નોમુરાના જણાવ્‍યા અનુસાર, અદાણી ગ્રૂપની લિક્‍વિડિટી મેનેજમેન્‍ટ અવેરનેસમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં નોંધપાત્ર સુધારો થયો છે. રિસર્ચ ફર્મના જણાવ્‍યા અનુસાર, તે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં મોટા ફેરફારો વચ્‍ચે પ્રમોટર શેર પ્‍લેજ લોન વિશે ચિંતિત નથી, કારણ કે ભૂતકાળમાં પણ આવા જોખમોનું સંચાલન કરવામાં આવ્‍યું છે. બીજી બાજુ, જો અદાણી જૂથ ટૂંકા ગાળામાં તેની વળદ્ધિ અંગે ઓછી મહત્‍વાકાંક્ષી હોય, તો નોમુરા માને છે કે જૂથ ઉથલપાથલનો સામનો કરી શકશે.

જ્‍યાં સુધી વૈશ્વિક બેંકો દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓને નાણાકીય સહાય બંધ કરવાનો પ્રશ્‍ન છે, નોમુરાને આશા છે કે એકવાર DoJ આરોપો સાથે સંબંધિત કેસનો ઉકેલ આવ્‍યા પછી આ સમસ્‍યા રહેશે નહીં. નોમુરાએ જણાવ્‍યું હતું કે, ‘ત્રણ મોટી જાપાનીઝ બેંકો અદાણી ગ્રુપ સાથે તેમના સંબંધો ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે.'

અદાણી મેનેજમેન્‍ટના નિવેદનને ટાંકીને, નોમુરાએ જણાવ્‍યું હતું કે DoJ દ્વારા લાવવામાં આવેલા આરોપો માત્ર એવા આરોપો છે જે ભ્રષ્ટાચાર વિરોધી કરારના ઉલ્લંઘનને સાબિત કરતા નથી, જો કે દોષિત ઠરાવને ઉલ્લંઘનનો સંકેત ગણી શકાય.

અદાણી ગ્રૂપે મૂડી ખર્ચમાં ઘટાડો અને બોન્‍ડ બાયબેક પ્‍લાન સહિત બોન્‍ડના ભાવને ટેકો આપવા માટે વ્‍યાપક યોજનાઓની જાહેરાત કરી છે. નોમુરાને અપેક્ષા છે કે અદાણી કંપનીઓના બોન્‍ડનું ટ્રેડિંગ ક્રમિક રીતે ૭-૮ ટકાના સ્‍તરે હોવું જોઈએ.

નોમુરાને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ઈન્‍ટરનેશનલ કન્‍ટેનર ટર્મિનલ, અદાણી ઈલેક્‍ટ્રિસિટી મુંબઈ લિમિટેડ, અદાણી ટી-વન ટ્રાન્‍સમિશન લિમિટેડ અને અદાણી રિન્‍યુએબલ એનર્જી લિમિટેડ માટે બોન્‍ડના ભાવમાં વધારાની અપેક્ષા છે.

નોમુરાએ જણાવ્‍યું હતું કે, અમે માનીએ છીએ કે વર્તમાન બોન્‍ડની કિંમતો પર જોખમ-પુરસ્‍કાર આકર્ષક નથી, પરંતુ અદાણીમાં લાંબા સમય સુધી રહીએ છીએ કારણ કે અમને વધુ અપડ પોટેન્‍શિયલ દેખાય છે...

અદાણી ગ્રીન એનર્જી માટે, ભાવમાં ૭ પોઈન્‍ટ સુધીનો વધારો થઈ શકે છે, અન્‍ય માટે તે ૨-૪ પોઈન્‍ટનો વધારો જોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાઉનસાઇડ ૫-૧૬ પોઈન્‍ટ સુધી હોઈ શકે છે.

(3:43 PM IST)