તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
જોર્જ સોરોસ સાથે સોનિયા ગાંધીની લિંક પર સંસદમાં હોબાળો
બંને ગળહ સ્થગિતઃ ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી, તા.૯: સંસદના શિયાળુ સત્ર ચાલુ છે. લોકસભામાં અદાણી અને સંભલ જેવા મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરતી હતી પણ હવે ભાજપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર મોટા આરોપ લગાવ્યા છે. જોર્જ સોરોસ સાથે સોનિયા ગાંધીની લિંક પર સંસદના બન્ને સદનમાં વિવાદ થયો હતો.
ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આરોપ લગાવ્યો કે તેમનો સંબંધ ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL–AP) સાથે જોડાયેલી છે. મહત્ત્વપૂર્ણ છે કે હંગરી મૂળના અમેરિકન બિઝનેસમેન જોર્જ સોરોસ આ સંગઠનને પૈસા આપે છે. આ સંગઠન અલગ કાશ્મીરની માંગ કરી રહ્યું છે. સોનિયા ગાંધી પર લાગેલા આ આરોપોને લઇને સંસદમાં જોરદાર હંગામો થયો હતો.ભાજપના આરોપોને પાયાવિહોણા ગણાવતા કોંગ્રેસ સાંસદ સદનમાં જોરદાર હંગામો કરવા લાગ્યા હતા. તે બાદ લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી.
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂએ કહ્યું, મને લાગે છે કે દેશ સામે કેટલાક મુદ્દા છે જેને રાજકીય ચશ્માથી ના જોવા જોઇએ. જોર્જ સોરોસ સાથે તેમના સંબંધ જે સામે આવ્યા છે અમે તેને કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી સાથે સંબંધિત મુદ્દાના રૂપમાં નથી જોતા. આપણે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઇએ. જો આ ભારત વિરોધી તાકાતો સાથે સંબંધિત છે તો આ ચિંતાની વાત છે.સોનિયા ગાંધી ઉપર લાગેલા આરોપો પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, ‘‘સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશદ્રોહનું કામ કરે છે, તેમને કહ્યું કે જોર્જ સોરોસની ભાષા અહીં રાહુલ ગાંધી બોલે છે. રાહુલ ગાંધીની ભાષા ત્યાં સોરોસ બોલે છે. ભારત વિરોધી લોકોને તે ફંડિંગ કરે છે તેના પર રાહુલ અને સોનિયા ગાંધીએ જવાબ આપવો જોઇએ. આ ટુકડે-ટુકડે ગેન્ગના લોકો દેશને તોડવા પર લાગેલા છે અને રાહુલ ગાંધી તેનું નેતળત્ત્વ કરી રહ્યાં છે
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
