તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનની તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
કોર્ટે કહયું કે આ મામલો સંજ્ઞાનમાં છે એક કેસ પહેલેથી કોર્ટમાં પેન્ડિંગ છે

નવી દિલ્હી, તા.૯: શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને કારણે હાઈવે જામના મામલાની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે કહ્યું છે કે કોર્ટ આ મામલાની સુનાવણી કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો તેની સંજ્ઞાનમાં છે. એક કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.વાસ્તવમાં શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતોને હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.
અરજદારના વકીલે કહ્યું કે તેને પેન્ડિંગ કેસ સાથે જોડી શકાય છે. જજ જે. કાંતે કહ્યું, ના, અમે આ જ મુદ્દા પર કોઈ નવી પિટિશન ઈચ્છતા નથી. આ માંગને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક જ પ્રકારની અરજીઓ વારંવાર કેમ દાખલ કરવામાં આવે છે? આ મામલો પહેલેથી પેન્ડિંગ છે. અમે તમારી અરજીને તે બાબતો સાથે સાંકળીશું નહીં. આ ખરાબ સંદેશ મોકલે છે.
જસ્ટિસ જે કાંતે વધુમાં કહ્યું કે, અમે બધુ જાણીએ છીએ. એવું નથી કે તે (અરજીકર્તા) સમાજના અંતરાત્માનો રક્ષક છે અને બાકીનાને ખબર નથી... વારંવાર પિટિશન ફાઈલ કરશો નહીં. જો તમે પેન્ડિંગ પીઆઈએલમાં મદદ કરવા માંગતા હોવ તો તમારું સ્વાગત છે.
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર અને પંજાબ સરકારોને ખેડૂતોના વિરોધ પરનો પ્રતિબંધ હટાવવા અને તેની ખાતરી કરવા માટે નિર્દેશ માંગતી PILની સુનાવણી થઈ રહી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે ટ્રેકને બ્લોક કરવામાં ન આવે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
