<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

દિલ્હીમાં મહિલાઓ અને બાળકો અસુરક્ષિત :અરવિંદ કેજરીવાલે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા

કેજરીવાલે કહ્યું- તાજેતરના મહિનાઓમાં શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટને ધમકીઓ મળી

નવી દિલ્હી : દિલ્હીમાં લગભગ 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં મહિલાઓ અને બાળકો અસુરક્ષિત છે, જ્યારે કેજરીવાલે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટને ધમકીઓ મળી છે. તેમણે ગૃહમંત્રી અમિતભાઈ  શાહને અપીલ કરી કે તેઓ દિલ્હી આવીને લોકોને સુરક્ષાની ખાતરી આપે. તેમણે ભાજપ પર એવો પણ આરોપ લગાવ્યો કે પાર્ટી આને મુદ્દો પણ નથી માનતી.


 

(6:20 PM IST)