<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ગુરુગ્રામની પાંચ હોટલને બોમ્બની ધમકી મળતા ખળભળાટ

ગુરુગ્રામ પોલીસે બોમ્બ સ્ક્વોડની સાથે તમામ હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું:સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

ગુરુગ્રામની પાંચ હોટલને બોમ્બની ધમકી મળી છે. આ હોટેલ શહેરમાં પાંચ અલગ-અલગ સ્થળોએ આવેલી છે. હોટલ મેનેજમેન્ટને મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ગુરુગ્રામ પોલીસે બોમ્બ સ્ક્વોડની સાથે તમામ હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તપાસ દરમિયાન HOAX મેઇલ મળી આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસ મેલ મોકલનાર વ્યક્તિનું આઈપી એડ્રેસ શોધી રહી છે

(6:22 PM IST)