<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

કેન્દ્રનું વકફ બિલ મહારાષ્ટ્રમાં જલ્દીથી પસાર થવું જોઈએ - ધારાસભ્ય આશિષ શેલારનું મોટું નિવેદન

તેમણે કહ્યું કે આખા દેશે રાહુલ ગાંધીના નેતૃત્વને નકારી કાઢ્યું છે. તેમણે વિપક્ષી નેતાનું પદ છોડવું જોઈએ

હારાષ્ટ્રમાં વકફ બિલને લઈને સતત રાજનીતિ ચાલી રહી છે. એક તરફ શિવસેના UBT આ મામલે પોતાનું સ્ટેન્ડ લઈ શકતી નથી, ત્યારે આજે બીજેપી ધારાસભ્ય આશિષ શેલારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રનું વક્ફ બિલ મહારાષ્ટ્રમાં પણ જલ્દીથી પસાર થવું જોઈએ. તેમજ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આખા દેશે રાહુલ ગાંધીના નેતૃત્વને નકારી કાઢ્યું છે. તેમણે વિપક્ષી નેતાનું પદ છોડવું જોઈએ. તેમણે કહ્યું કે ચોક્કસ જાતિના લોકો ખેડૂતોની જમીન છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(7:08 PM IST)