News of Tuesday, 10th December 2024
મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ માર્કેટમાં ઘુસી :અનેકને ઉલાળ્યા :વાહનોને ટક્કર મારી :3 લોકોના મોત :20 ઘાયલ
બેસ્ટની બસ એલબીએસ રોડ પર માર્કેટમાં ઘૂસી:અકસ્માત બાદ બજારમાં અફરાતફરીનો માહોલ:પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા .

મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. બેસ્ટની બસ એલબીએસ રોડ પર માર્કેટમાં ઘૂસી અને ઘણા લોકોને ટક્કર મારી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
બેસ્ટની બસ ખૂબ જ ઝડપે બજારમાં પ્રવેશી. આ દરમિયાન તેણે ઘણા લોકોને કચડી નાખ્યા અને વાહનોને ટક્કર મારી. એક ઓટો રિક્ષા સંપૂર્ણ કચડાઈ ગઈ હતી. અકસ્માત સમયે બસ ચાલક નશામાં હતો.
ઘટના બાદ પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
