News of Tuesday, 10th December 2024
દિલ્હીની હવા ભલે ઝેરી હોય, પણ વિશ્વનાં ટોચનાં ૧૦૦ આકર્ષક શહેરોમાં રાજધાનીનો સમાવેશ
વિશ્વનાં સૌથી આકર્ષક શહેરોની યાદીમાં પહેલા ક્રમે સતત ચોથી વાર ફ્રાન્સનું પેરિસ : સૌથી વધુ શહેરોના ક્રમમાં યુરોપ પહેલો દેશ છે : શરૂઆતના ૨૦ રેકીંગમાં ૯ શહેર યુરોપનાં છે : એ પછી છ શહેર એશિયા-પેસિફિકનાં છે

નવી દિલ્હી, તા.૧૦: નીતિન ગડકરીએ હમણાં જ દિલ્હી વિશે કહ્યું હતું કે મારે જ્યારે પણ દિલ્હી જવાનું થાય ત્યારે હું વિચારતો હોઉં છું કે જાઉં કે ન જાઉં, ઇતના ભયંકર પૉલ્યુશન હૈ. દિલ્હીમાં ભયંકર વાયુ-પ્રદૂષણ છે. લોકો ઘરમાં બેઠાં-બેઠાં પણ ઝેરી હવા શ્વાસમાં ભરી રહ્યા છે. વાયુ-પ્રદૂષણની આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં દિલ્હી વર્ષ ૨૦૨૪નાં ટૉપ-૧૦૦ આકર્ષક શહેરમાં સ્થાન પામ્યું છે. દિલ્હી ૭૪મા ક્રમે છે. વિશ્વનાં સૌથી આકર્ષક શહેરોની યાદીમાં પહેલા ક્રમે સતત ચોથી વાર ફ્રાન્સનું પૅરિસ આવ્યું છે. એ પછી સ્પેનનું મેડ્રિડ અને જપાનનું ટોકયો આવે છે. પૅરિસમાં ૧.૭૦ કરોડ પ્રવાસી આવ્યા હતા એટલે એને પહેલા નંબર મળ્યો હોવાનું રિપોર્ટમાં લખ્યું છે.
લંડનની ડેટા ઍનૅલિટિક્સ કંપની યુરોમૉનિટર ઇન્ટરનૅશનલે આ સર્વે કર્યો હતો. ઇકૉનૉમિક્સ અને બિઝનેસ પર્ફોર્મન્સ, ટૂરિઝમ પર્ફોર્મન્સ, ટૂરિઝમ ઇન્ફાસ્ટ્રક્ચર પર્ફોર્મન્સ, ટૂરિઝમ પૉલિસી અને ઍટ્રૅક્ટિવનેસ, હેલ્થ અને સિકયૉરિટી તથા સ્ટેબિલિટી એમ મુખ્ય છ બાબતોના આધારે ૧૦૦ શહેરની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાં યુરોપનાં ન હોય એવાં શહેરોની સંખ્યા વધી છે.
રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ શહેરોના ક્રમમાં યુરોપ પહેલો દેશ છે. શરૂઆતના ૨૦ રૅક્રિંગમાં ૯ શહેર યુરોપનાં છે. એ પછી છ શહેર એશિયા-પૅસિફિકનાં છે. નૉર્થ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાનાં બે-બે શહેર છે, જ્યારે મધ્ય પૂર્વ અને આફ્રિકાનું ૧-૧ શહેર છે. ટૉપ-૧૦૦નાં ટૉપ-૧૦માં ટોકયો પછી રોમ, મિલાન, ન્યુ યૉર્ક, ઍમ્સ્ટરડૅમ, સિડની, સિંગાપોર અને બાર્સેલોના છે.(
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
