<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

હિમાચલ પ્રદેશમાં મુસાફરોથી ભરેલી ખાનગી બસ ઉંડી ખીણમાં ખાબકી :ડ્રાઈવરનું મોત :અનેક ઘાયલ

બસમાં 30 લોકો સવાર હતા : બસ ઉંડી ખીણમાં ખાબકતા અનેક લોકોના મોતની આશંકા:રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અની વિસ્તારમાં મુસાફરોથી ભરેલી ખાનગી બસ ઉંડી ખીણમાં ખાબકતા અનેક લોકોના મોતની આશંકા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

 

મળતી માહિતી મુજબ સવારે એક ખાનગી બસ (NPT) કારસોગ જઈ રહી હતી. આ દરમિયાન સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે સ્વાદ-નિગાન રોડ પર આવેલા શકલદ પાસે બસ ઉંડી ખાડામાં પડી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

  અકસ્માત એટલો ભયંકર હતો કે બસનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસમાં 30 લોકો સવાર હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કુલ્લુના ડીસી તોરુલ એસ રવીશે જણાવ્યું કે, 'બસ ડ્રાઈવરનું અકસ્માત સ્થળે જ મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.'

(2:04 PM IST)