News of Tuesday, 10th December 2024
ઇઝરાયેલી દળોએ ટુબાસમાં બે પેલેસ્ટીનીયનોને મારી નાખ્યાઃ સમગ્ર પશ્ચિમ બેંકમાં શરૂ કરી ધરપકડ ઝુંબેશ

ઇઝરાયેલી સેનાએ સોમવારે કબજા હેઠળના પશ્ચિમ બેંકમાં મોટા પાયે ધરપકડ ઝુંબેશ ચલાવી હતી. ઝુંબેશમાં જેનિન અને હેબ્રોનના ગવર્નરો પર ધ્યાન કેન્દ્રીત કરીને ધણાં વિસ્તારોને લક્ષિત કરાયા હતાં. તુબાસમાં ઉતરી પશ્ચિમ બેંકમાં ઈઝરાયેલી દળોએ બે પેલેસ્ટીનીયનોને મારી નાખ્યા હતાં.
હેબ્રોનમાં ઇઝરાયેલી દળોએ શહેર અને નજીકના વિસ્તારોમાં હુમલો કર્યો જેમાં દુરા, સુરીફ અને અલ-ફવવાર શરણાર્થી કેમ્પનો સમાવેશ થાય છે. કેટલાક નજરે જોનારાઓએ ઘરમાં દરોડા, ધરપકડ અને વિસ્તારની પુછપરછ અંગે જણાવ્યું હતું તેમણે એ પણ જોયું કે દરોડાઓ દરમ્યાન સૈનીકોએ મીલ્કતની તોડફોડ કરી અને રહેવાસીઓ સાથે દુવ્યવહાર કર્યો. જેનિન નજીક યાબાદ શહેરમાં ઇઝરાયેલી દળોએ ઓછામાં ઓછા રર પેલેસ્ટીનીયનોની ધરપકડ કરી હતી. નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે સેન્યએ તેમના હુમલા ચાલુ રાખ્યા છે અને ઘરે ઘરે શોધખોળ કરે છે.
ઇઝરાયેલી સૈનીકોએ સોમવારે વહેલી સવારે તુબાસ પર હુમલો કર્યો જેના કારણે સ્થાનીક પેલેસ્ટેનીયનો સાથે ભીષણ શસષા અથડામણ થઇ. સાક્ષીઓએ વિસ્ફોટો સાંભળ્યા હતા અને શહેરમાં સૈન્ય દળો દાખલ થયાનું પણ જણાવ્યુ. દરોડા દરમ્યાન બે પેલેસ્ટીનીયનો માર્યા ગયા હતા. એક ચલણ વિનીમયની દુકાનને પણ નિશાન બનાવી હતી. ઇઝરાયેલી દળોએ રવિવારે સાંજે જેરૂસલેમની પુર્વમાં ઝૈન લશ્કરી ચોકી નજીક એક પેલેસ્ટીનીયન મહિલાની ધરપકડ કરી હતી. રાયલ્લાહની ઉતર પુર્વમાં અલ-મુગાયિરમાં સૈનીકોએ હુમલા દરમ્યાન છ સ્થાનીકોને ઘાયલ કર્યા અને તેમના વ્યવસાયોને બંધ કરવાની ફરજ પાડી. નજરે જોનારાઓએ જણાવ્યું કે ઇઝરાયેલી સૈનીકોએ શેરીઓમાં અંધાધુંધ ગોળીબાર કર્યો હતો અને છત પર કબજો કર્યો હતો
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
