<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કાશ્‍મીર અને લદ્દાખમાં હાર્ડ થીજાવતી ઠંડીઃ ગુલમર્ગ માઇનસ-૯ ડીગ્રી, સોનમર્ગ માઇનસ-૭ ડીગ્રી, પહેલગામમાં માઇનસ-૬.૮ ડીગ્રી તાપમાનઃ સૌથી નીચુ તાપમાન લદ્દાખના લેહમાં માઇનસ-૧ર.૮ ડીગ્રી સેલ્‍સીયસ

 

જમ્‍મુ : કાશ્‍મીર ખીણની સાથે સાથે લદ્દાખ પણ હાર્ડ થીજવતી ઠંડીના ભયાનક સમયમાંથી પસાર થવા મજબૂર છે. કાશ્‍મીરમા઼ ઠંડીની ભયાનક સીઝન ચિલ્લૈકલાં હજુ તો ૧૦ દિવસ પછી શરૂ થવાની છે.

કાશ્‍મીરમાં ભીષણ ઠંડીનો પ્રકોપ ચાલું છે. અને ઉષ્‍ણાતામાન ભારે ઘટાડાના કારણે દિવસની શરૂઆતમાં જ ઠંડી છવાઇ જાય છે. ગુલમર્ગના સ્‍કી રિસોર્ટમાં સૌથી ઓછું તાપમાન માઇનસ-૯ ડીગ્રી નોંધાયું છે. ત્‍યારપછી શોપીયા (-૭.પ ડીગ્રી સે.) અને સોનમર્ગ(-૭.૦ ડીગ્રી સે.) માં પણ ઠંડીનો પ્રકોપ ચાલું છે. તો પહેલગામ(-૬.૮ ડીગ્રી) અને પુલવામાં (-૬.૭ ડીગ્રી) જેવા પર્યટન સ્‍થળોમાં પણ ભીષણ ઠંડી પડી રહી છે. શ્રીનગર અને ગુદરબંબ જેવા  અપેક્ષાકૃત ગરમ વિસ્‍તારોમાં પણ ઠંડી ઝડપમાં છે. અને બન્‍ને જગ્‍યાઓએ -૩.૩ ડીગ્રી સે. તાપમાન નોંધાયું છે. કથવાડા (-૪.૪) ફુલગામ (-પ.૧)અને બાંદીપોરા(-૪.૧) જેવા અન્‍ય વિસ્‍તારોમાં પણ તાપમાન શૂન્‍યથી નીચે છે. ઉલ્લેખનીય રીતે લાર્નૂમાં -૭.૯ ડીગ્રી સેન્‍ટીગ્રેટ તાપમાન નોંધાયું જે કાશ્‍મીરમાં વ્‍યાપક ઠંડી દર્શાવે છે.

જમ્‍મુ ડીવીઝનમાં મેદાની વિસ્‍તારોમાં થોડી રાહત હતી તો ઉંચાઇવાળા વિસ્‍તારો ઠંડા રહયા છે. કાશ્‍મીરના શોપીયાં જેટલું  જ તાપમાન સાથે પેડર આ વિસ્‍તારમાં સૌથી ઠંડુ રહયું. બનિહાલ(-૩.૧) અને ભદ્રવાહ(-૧.રડીગ્રી) જેવા અન્‍ય ઉંચાઇવાળા વિસ્‍તારોમાં પણ ઠંડી રહી. જયારે મેદાની વિસ્‍તારોમાં પ્રમાણમાં ઓછી ઠંડી રહી, જમ્‍મુ (૬.પ) કઠુઆ (૭.૦) તાપમાનનાં પ્રમાણમાં સાંબા (ર.૩ ડીગ્રી) અને ઉધમપુર (૧.૬ ડીગ્રી) ઠંડા રહયા

મળી રહેલા સમાચારો અનુસાર ઠંડીનો સૌથી વધારે કહેર લદ્દાખમાં રહયો જેમાં લેહમાં માઇન્‍સ ૧ર.૮ ડીગ્રી તાપમાન નોંધાયું જે બધા વિસ્‍તારોમાં સૌથી ઠંડુ હતું આ અત્‍યંત ઓછું તાપમાન ભીષણ ઠંડીની સ્‍થિતી દર્શાવે છે. આ સીઝનમાં ઠંડી જન જીવન પર હાવી થઇ જાય છે

(3:44 PM IST)