News of Tuesday, 10th December 2024
વિદ્યાર્થીઓ વેદ-વિજ્ઞાનને જાણે તે જરૂરીઃ પૂ. માધવપ્રિયદાસજી મહારાજ
અમદાવાદ-છારોડી ગુરૂકુળ(એસજીવીપી)નાં સંચાલક-ગુરૂવર્ય સ્વામીજી ‘અકિલા'ના આંગણે... : ગુરૂકુળ શિક્ષણ પધ્ધતિના કારણે ભારત સોનાની ચિડીયા કહેવાયોઃ યુવાનો વ્યસન કે અન્ય જગ્યાને બદલે એનર્જીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે તે જરૂરી : યુવાનોમાં ભરપૂર એનર્જી છે પરંતુ તેનો વ્યસન કે અન્ય જગ્યાએ ઉપયોગ ન કરવો જોઇએઃ પૂ. માધવપ્રિયદાસજી મહારાજ : યુવાનોને આપણી અસ્મિત્વ, આપણા વેદ અને સનાતન વૈદિક ધર્મનું જ્ઞાન આપવુ જોઇએ

‘અકિલા' કાર્યાલયે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ અમદાવાદ છારોડી ગુરૂકુળ (એસજીવીપી)ના સંચાલક સંતવર્ય પૂ. માધવપ્રિયદાસજી મહારાજનું સ્વાગત કર્યુ હતું. અને ‘અકિલા' ના પ્રિન્ટીંગ સહિતના વિભાગો વિશે માહિતી આપી હતી. આ તકે પૂ. કનુભગત ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૦: અમદાવાદ- છારોડી ગુરૂકુળ (એસજીવીપી)ના સંચાલક અને ગુરૂવર્ય પુ.માધવપ્રિય દાસજી મહારાજ આજે ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા.
‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પુ.માધવપ્રિયદાસજી મહારાજે ધાર્મિક ક્ષેત્રની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી.
સ્વામી પુ.માધવપ્રિયદાસજી મહારાજે કહયુ કે, યુવાનોમાં એનર્જી છે. યુવાનોને કયારેય અંડરએસ્ટીમેન્ટ ન કરવા એટલે કે તેમની ક્ષમતાને ઓછી ન ગણવી જોઇએ. આપણ જે વારસો મળ્યો તેમા યુવાનોને આપણા કરતા વધારે વારસો મળેલો છે. ઘણીવાર તો મને લાગે છે કે તેમની પાસે આપણે અભણ છીએ. આપણે પાટીમૉ લખતા આજે તેઓ કોમ્યુટર, લેપટોપનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ યુવાનોને આજે સાચા માર્ગદર્શનની જરૂરીયાત છે.
પુ.માધવપ્રિયદાસજી મહારાજે કહયું કે, એમની એનર્જી પોઝીટીવ બને એમની એનર્જી એમને પોતાને નુકશાન ન કરે તે તરફ ધ્યાન આપવુ જોઇએ. નહી તો એની એનર્જી એને જ ખાઇ જશે. યુવાનો વ્યસન કે અન્ય એનર્જીનો ઉપયોગ કરશે તો તેને નુકશાન થશે. અને એની એનર્જી એને પોતાને જ ખાઇ જશે. વ્યસનથી જ યુવાનો ભાંગી પડશે.
પુ.માધવપ્રિયદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું કે, ખાસ કરીને આપણા યુવાનોને આપણી અસ્મિતા, આપણા વેદ, સનાતન વૈદિક ધર્મના જ્ઞાનની ખાસ જરૂરીયાત છે. હમણા ઘણા સમયથી અમે અભિયાન ઉપાડયું છે. જેમાં આજના યુવાનો, વિદ્યાર્થીઓ વેદ અને વિજ્ઞાનને વધુ જાણે તે સમયની માંગ છે. આ માટે અમારા દ્વારા અવાર-નવાર સેમીનાર કરવામાં આવે છે.
પુ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે, અત્યારના વિજ્ઞાનમાં કોઇ સમસ્યા સર્જાય તો વેદ કેવી રીતે ઉપયોગ થાય તે તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરવાની ખાસ જરૂરીયાત છે. હમણાં એક સેમીનાર કર્યો હતો પરંતુ તેમા તકલીફ શું હતી કે ટ્રેડીશન શાષાોને જાણે છે તે વિજ્ઞાનને સમજતા નથી અથવા તો ઓછુ સમજે છે. વિજ્ઞાનને સમજે છે તેને ઓરીજનલ શાષાોનો પુરતો ખ્યાલ હોતો નથી. ભારતમાથી પ ટોપલેવલના શાષાોને જાણકાર અને પ મોર્ડન વૈજ્ઞાનિકને બોલાવાયા હતા. એમાં અનેક પરિસંવાદ કરાયા હતા. જેમાં યુવાનોએ અનેક પ્રશ્નો કર્યા હતા. અને આપણી પ્રશ્નો પરંપરા મુજબ અનેક વિદ્યાર્થીઓએ પ્રશ્નો પુછયા હતા.
આપણો ભારત દેશ સોનાની ચિડીયા ‘‘ગુરૂકુળ'' શિક્ષા પધ્ધતિના કારણે કહેવાય છે. આપણે ત્યાં ગુરૂકુળ શિક્ષા પધ્ધતિમાં માત્ર ધર્મ જ ભણાવાય છે. તેવું નથી મેથ્સ, કેમેસ્ટ્રી સહિતના વિષયો પણ ભણે છે અને ભારતને ગોૈરવ અપાવવા માટે સખત મહેનત કરી રહયા છે.
યુવાનો માટે વેદમાં શું વિજ્ઞાન છે? તે બતાવવાની જરૂર છે. વિજ્ઞાન તો જીવનનું એક અંગ છે. જીવન બહુ વ્યાપક છે. વિદ્યાર્થીઓને ખબર પડવી જોઇએ કે ફિઝીકસ, કેમેસ્ટ્રી, મેથ્સની બહાર પણ કયાંક છે. પરિવાર, રાષ્ટ્ર, પાડોશી માટે આપણે શુ કરી શકીએ તે તરફ પણ ધ્યાન અપાવવુ જોઇએ.
વેદ શિક્ષા આપે છે. વેદો ‘‘વસુદ્યેૈવ કુટુંબ''ની ભાવનો સંદેશ આપે છે. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. વેદ જે શિક્ષા આપે છે તે સર્વજીવ હિતાવહ માટેની હોય છે. મનુષ્ય પુરતી સિમીત નથી કે મનુષ્ય જ સુખ્ત થાય તેથી જ તો આપણે કીડીયારૂ પુરતા, ચબુતરે ચણ નાખતા, આપણે ત્યાં પ્રાણી માત્ર સુખ્ત થાય તે જે ભાવ છે તે વેદનો છે. પર્યાવરણ માટે તો વેદોમાં ઘણું લખાયું છે. જેનાથી આપણે સોૈ આヘર્યચકિત થઇ જઇએ છીએ.
શિક્ષણ પ્રણાલીમાં ધાર્મિકતાનો ભાવ પણ જાગે તેવા પ્રયત્નો થવા જોઇએ તેમ અંતમાં છારોડી- અમદાવાદ ગુરૂકુળ સ્વામી પુ.માધવપ્રિયદાસજી મહારાજે જણાવ્યું હતું. આ તકે પુ.કનુભગત તથા સ્વામી ઉપસ્થિત રહયા હતા
વિદ્યાર્થીઓમાં ‘મેધા' એકટીવ થાય તો બધુ યાદ રહી જાય
રાજકોટ, તા. ૧૦: સ્વામી પૂ. માધવપ્રિયદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મગજનો સાથો સાથ શરીરમાં ‘મેધા' પણ એકટીવ થાય તે જરૂરી છે કારણ કે તેના થકી બધુ યાદ રહી જાય છે.
સ્વામી વિવેકાનંદજી મહારાજ પાસે રહેલ આ શકિતના કારણે તેઓ મોટા મોટા પુસ્તકો પણ પળવારમાં યાદ રાખી લેતા હતા. આ માટે શિક્ષણમાં સાચા માર્ગદર્શનની જરૂર છે.
સતપુત્ર સમા કન્યાઃ ૧૦ પુત્ર સમા કન્યા
રાજકોટ, તા. ૧૦: પૂ. માધવપ્રિયદાસજી મહારાજે જણાવ્યું કે, વેદોમાં કહેવાયુ છે કે, સત પુત્ર સમા કન્યા એટલે કે સો દિકરા બરાબર એક દિકરી.
૧૦ પુત્ર સમા કન્યા એટલે કે ૧૦ દિકરા બરાબર એક દિકરી.
જયારે ૧૦૦ દિકરા બરાબર એક વૃક્ષ એવું પણ વેદમાં કહેવાયું છે.
ભગવાનને ફુલ ચડે છે તો સેંકડો પરિવારોના ઘરે તાવડી સળગે છે...
રાજકોટ તા. ૧૦ :.. અમદાવાદ-છારોડી ગુરૂકુળના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, આપણી ધાર્મિક પરંપરા અદ્્ભૂત છે દરરોજ મંદિરોમાં ભગવાનને ફુલ અર્પણ કરવામાં આવે છે. આ ફુલના લીધે સેંકડો તાવડી સળગે છે. આ રીતે આજીવિકા મળે છે. અને પર્યાવરણ સાથે મંદિરોનો સંગમ છે. નાગરવેલ, નાળીયેર, સહિતની વસ્તુઓ પાછળ પણ પર્યાવરણનો અદ્્ભુત ભાગ ભજવે છે.
વૈજ્ઞાનિકો સારા ફોન, કોમ્પ્યુટર બનાવે પણ કેમ વાપરવા તે વેદ શીખવે
રાજકોટ તા. ૧૦ :.. પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે પર્યાવરણ છે તો જીવન મુલ્યો છે. ફિજીકસ, કેમેસ્ટ્રીમાં સંશોધન થાય છે. વૈજ્ઞાનિકો, સંશોધન કરીને ફોન લેપટોપ, કોમ્પ્યુટર્સ બનાવે છે. પરંતુ તેને કેમ વાપરવા તે વેદ શીખવે છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
