News of Tuesday, 10th December 2024
ડીજે પર એવું ગીત વાગ્યું કે જાનૈયા - માંડવાવાળા વચ્ચે ઢીશૂમ-ઢીશૂમ થયું : મારપીટમાં કન્યાના બનેવીનું મોત
લગ્નના ગીતને લઇને બખેડો થતાં પોલીસ પહોંચી

કૌશામ્બી, તા.૧૦: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં લગ્ન દરમિયાન હત્યાની દર્દનાક ઘટના સામે આવી છે. અહીં, જ્યારે વરરાજા લગ્નની જાન સાથે દુલ્હનના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજાની પૂજા સમયે વિવાદ થયો હતો. નશામાં ધૂત લગ્નના મહેમાનો અને માંડવા વાળા ડીજેના અશ્લીલ ગીતો વગાડવા બાબતે ઝપાઝપી કરી હતી. આ લડાઈમાં બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં કન્યાના પિતરાઈ બનેવીનું મોત થયું હતું.બનાવને પગલે લગ્ન ગળહમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે. યુવકના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ઘટના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના બઘેલાપુર ગામમાં બની હતી, જ્યાં સોમવારે પાકસરાઈ ચારવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીઢ સરોજના ઘરે લગ્નની જાન આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દ્વાર પૂજા દરમિયાન અશ્લીલ ગીતો વગાડવાને લઈને લગ્નના મહેમાનો અને પરિવારના સભ્યો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે નશાની હાલતમાં લગ્નમાં આવેલા મહેમાનો અને માંડવા વાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દુલ્હનને બચાવવા ગયેલા દુલ્હનના પિતરાઈ ભાઈ બબલુ (૩૦)ને ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. મળતક યુવક બબલુને બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનો છે. માહિતી મળતા પરિવારમાં શોકનો માહોલ છે. આ કેસમાં એએસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે આજે પોલીસને માહિતી મળી હતી કે કોખરાજમાં તેના સંબંધીના ઘરે લગ્નમાં હાજરી આપવા માટે પરિવાર સાથે ગયેલા બબલુ પાસીની હત્યા કરવામાં આવી છે. ડીજેના તાલે નાચવા અને ગાવાને લઈને લગ્નના મહેમાનો અને માંડવા વાળા વચ્ચે ઝઘડો થતાં આ ઘટના બની હતી. પરિવારજનોની ફરિયાદના આધારે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
