News of Wednesday, 11th December 2024
૨૦૦ કિલો સોનું, લક્ઝરી કારનો સંગ્રહ અને અગણિત ડોલર
જ્યારે સીરિયાના લોકો ભૂખથી મરી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ અસદ પોતાની તિજોરી ભરી રહ્યા હતા અસદના પરિવારે ડ્રગ્સની દાણચોરી, હથિયારોનો વેપાર, ડ્રગ્સની હેરાફેરી અને ખંડણી રેકેટ જેવી વિવિધ પ્રવળત્તિઓ દ્વારા આ સંપત્તિ એકઠી કરી છે

દમાસ્કસ, તા.૧૧: વિદ્રોહીઓના કબજા બાદ મધ્ય પૂર્વના દેશ સીરિયામાં અરાજકતાનો માહોલ છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને મોસ્કોમાં આશ્રય આપ્યો છે. સીરિયા પર કબજો જમાવ્યા બાદ વિદ્રોહી લડવૈયાઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા. લોકોએ મોટાપાયે લૂંટ ચલાવી. તેઓ કિંમતી સામાન ઉપાડીને તેમના ઘરે લઈ ગયા. આ દરમિયાન બશીર અલ-અસદની અપાર સંપત્તિ અને ખજાનાનો પણ ખુલાસો થયો હતો. ‘ધ સન'ના અહેવાલ મુજબ, બશીર અલ-અસદ પાસે ૨૦૦ કિલો સોનું, લક્ઝરી કારનો સંગ્રહ, હથિયારોનો સંગ્રહ, લક્ઝરી સામાન અને અસંખ્ય ડોલર અને યુરો મળી આવ્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બશર અલ-અસદ પાસે રહેલા ખજાનાની રકમ સીરિયાના વાર્ષિક બજેટ કરતા પણ વધુ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે સીરિયાના લોકો ભૂખથી મરી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ અસદ પોતાની તિજોરી ભરી રહ્યા હતા. સીરિયા છોડતી વખતે અસદ પોતાની સાથે કેટલા પૈસા અને સોનું લઈ ગયા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. આ દરમિયાન અસદના મહેલના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેની લક્ઝરી કાર કલેક્શન અને ખજાનો બતાવવામાં આવ્યો છે.
અસદ પાસે કેટલી મિલકત છે?
બ્રિટિશ ઈન્ટેલિજન્સ સર્વિસ પ્ત્૬ને ટાંકીને સાઉદી અખબાર ઈલાવમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૩ સુધીમાં અસદ પરિવારની કુલ સંપત્તિ ૨૦૦ ટન સોનું, લક્ઝરી કારનો સંગ્રહ, ૧૬ બિલિયન ડૉલર અને ૫ બિલિયન યુરો હશે. અસદના પરિવારે ડ્રગ્સની દાણચોરી, હથિયારોનો વેપાર, ડ્રગ્સની હેરાફેરી અને ખંડણી રેકેટ જેવી વિવિધ પ્રવળત્તિઓ દ્વારા આ સંપત્તિ એકઠી કરી છે.
પેલેસમાં ગોલ્ડ ફિફા એવોર્ડ મળ્યો
અસદ દેશ છોડયા પછી, બળવાખોર લડવૈયાઓએ તેમના મહેલ ‘કસ્ર અલ-શાબ' અથવા ‘પીપલ્સ પેલેસ' પર હુમલો કર્યો. ત્યાં સોના અને હીરાની ઘણી મિલકતો મળી આવી છે. અસદની તિજોરીમાં બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીય સાથેનો ફોટો પણ છે. આ ફોટો પર એલિઝાબેથની સહી છે. લડવૈયાઓને મહેલ તરફથી ગોલ્ડ ફિફા એવોર્ડ પણ મળ્યો હતો. ૨૦૦૫ માં, આ એવોર્ડ સીરિયન રાષ્ટ્રીય ટીમને ઁFIFA વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ નેધરલેન્ડઁમાં ભાગ લેવા બદલ આપવામાં આવ્યો હતો.
એક રૂમ ક્લાસિક અને આધુનિક ચિત્રોથી ભરેલો હતો
અસદના મહેલનો એક ઓરડો માત્ર ઉત્તમ અને આધુનિક ચિત્રોથી ભરેલો હતો. આ રૂમમાં આર્ટ પીસ, કિંમતી અને કોતરવામાં આવેલા વાસણો અને ફ્લાવર વાઝનો સંગ્રહ હતો.
છાજલીઓની પ્લેટો અને ડ્રોઅર્સમાં સોનાનું કામ : એવું લાગે છે કે અસદને સોના પ્રત્યે વિશેષ પ્રેમ હતો. તેના મહેલમાં ઘરની સજાવટની ઘણી વસ્તુઓ મળી આવી છે, જે સોનાની બનેલી છે અથવા તેના પર સોનાનું વર્ક કરવામાં આવ્યું છે. અસદની ડિનર પ્લેટો સોનાની છે. તે સોનાના ગ્લાસમાં પાણી પીતો હતો. તેની કેબિનેટના ડ્રોઅર પણ સોનાના બનેલા છે. લગેજ સ્ટોરેજ બોક્સ પણ સોના અથવા અતિ વૈભવી સામગ્રીથી બનેલા છે.
અસદનું કાર કલેક્શન જુઓ
બશીર અલ-અસદના કાર સંગ્રહમાં Audi અને Ferrari, Rolls Royce Phantom, Aston Martin DB7, Ferrari F40, Ferrari F430, Mercedes Benz SLS AMG, Audi R8 નો સમાવેશ થાય છે. ત્યાં એક ડઝનથી વધુ મર્સિડીઝ-બેન્ઝ કૂપ અને ઘણી BMW પણ છે. અસદ પાસે ફેરારી એફ ૪૦ પણ છે, જેની કિંમત ૩ મિલિયન ડોલરથી વધુ છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
