<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

મેટોડામાં ગોપાલ નમકીનની ફેકટરીમાં ભીષણ આગ : જુઓ વિડિયો

ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઇઃ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવાયો : ધુવાડાના ગોટેગોટાથી લોકોમાં ભય

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા., ૧૧:  મેટોડા જીઆઇડીસીમાં આવેલ ગોપાલ નમકીનની ફેકટરીમાં આજે બપોરે જોરદાર આગ લાગતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા જીઆઇડીસીમાં ગોપાલ નમકીન ફેકટરીમાં આજે કોઇ કારણસર બપોરે આગ ભભુકી હતી. આ આગે થોડા સમયમાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. આગના ધુવાડા દુર દુર સુધી દેખાતા હતા. લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ લેવા માટે પાણીનો મારો ચલાવ્‍યો છે. આ લખાય છે ત્‍યારે પણ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે પ્રયાસો શરૂ કર્યા છે.

કયાં કારણોસર આગ લાગી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્‍થળે દોડી ગયો છે. આ આગ સતત વિકરાળ સ્‍વરૂપ લેતી જાય છે.

(3:38 PM IST)