News of Wednesday, 11th December 2024
કપુર પરિવારના સભ્યો દિલ્હી ખાતે મળ્યા પીએમ મોદીને : રાજકપુરની ૧૦૦મી જયંતિ પ્રસંગની ઉજવણી માટે કર્યા આમંત્રિત : કરીનાએ બાળકો માટે લીધા ઓટોગ્રાફ : રણબીર - સૈફથી લઇને આલિયા - કરીશ્મા - નીતુ કપુર ઉપસ્થિત

દિગ્ગજ રાજ કપૂરના પરિવારના સભ્યો અત્યારે એક અલગ જ મૂડમાં છે, જેનો પુરાવો આપે છે આ તસવીરો. કપૂર પરિવાર ગઈ કાલે દિલ્હી જઈને વડાપ્રધાન મોદીને મળ્યો હતો. ૧૪ ડિસેમ્બરે રાજ કપૂરની જન્મશતાબ્દી છે એ નિમિત્તે થનારા સેલિબ્રેશન માટેનું વડા પ્રધાનને આમંત્રણ આપવા કપૂર પરિવાર તેમને મળ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલ ભારતના ૪૦ શહેરોમાં ૧૩થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાશે. બોલિવૂડનો ફેમસ કપૂર ફેમિલી પીએમ મોદીને મળ્યો હતો. પીએમ મોદીને રાજ કપૂર ૧૦૦ ફિલ્મ ફેસ્ટિવલ માટે સમગ્ર કપૂર પરિવારેઆમંત્રણ આપ્યું હતું. આજે, કપૂર પરિવારે પીએમ મોદી સાથે વિતાવેલી સુંદર પળોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. કરીના કપૂરે પણ તેના બંને બાળકો માટે પીએમ મોદીના ખાસ સંદેશની ઝલક શેર કરી છે. કરીના કપૂરે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર પીએમ હાઉસની અંદરની તસવીરોની શ્રેણી પોસ્ટ કરી. રાજ કપૂર ૧૦૦ ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપવા બદલ પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું, અમારા મહાન દાદા રાજ કપૂરના અસાધારણ જીવન અને વારસાને યાદ કરવા માટે વડા પ્રધાન મોદી દ્વારા આમંત્રિત કરીને અમે સન્માનિત અનુભવીએ છીએ. આ ખાસ બપોરે માટે મોદીજીનો આભાર. આ સીમાચિહનની ઉજવણીમાં તમારું ધ્યાન અને સમર્થન અમારા માટે ઘણું અર્થપૂર્ણ છે.રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ ૧૪મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ છે. આ અવસર પર કપૂર પરિવાર એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહયો છે. જેમાં શોમેનની ૧૦ ફિલ્મો બતાવવામાં આવશે. આ યાદીમાં આગ, બરસાત, શ્રી ૪૨૦, જાગતે રહો, જિસ દેશ મેં ગંગા બહતી હૈ, સંગમ, મેરા નામ જોકર સહિતની ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા કપૂર પરિવાર ગઈકાલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
