News of Wednesday, 11th December 2024
રૂપિયો પ્રતિ ડોલર ૮૪.૮૭ની સર્વકાલીન નીચી સપાટીએ

મુંબઇ, તા.૧૧: બુધવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો બે પૈસા ઘટીને ૮૪.૮૭ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં નરમ વલણ અને યુએસ ડોલર ઇન્ડેક્સની એકંદર મજબૂતાઈએ રૂપિયા પર વધુ દબાણ કર્યું છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર ૮૪.૮૭ પર ખૂલ્યો હતો, જે ડોલર સામે તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. મંગળવારે અમેરિકન ડોલર સામે રૂપિયો ૮૪.૮૫ ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે ૦.૦૭ ટકા ઘટીને ૧૦૬.૩૨ પર હતો.
આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૫૭ ટકાના વધારા સાથે ૭૨.૬૧ ડોલર પ્રતિ બેરલ પર રહ્યું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મંગળવારે ખરીદદાર હતા અને તેમણે રૂ. ૧,૨૮૫.૯૬ કરોડના શેરની ખરીદી કરી હતી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
