<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

હિમાચલ - કાશ્‍મીરમાં હિમવર્ષા : પંજાબથી મધ્‍યપ્રદેશ સુધી શીત લહેર

 

પશ્‍ચિમ હિમાલયના રાજયોમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનનો પારો ગગડી રહયો છે. હિમાચલ પ્રદેશના ઓછામાં ઓછા સાત જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન શુન્‍યથી નીચે રહયુ હતું. લાહૌલ - સ્‍પીતિના તાબોમાં માઇનસ ૧૨.૭ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું છે. કાશ્‍મીર ઘાટીના મોટા ભાગના વિસ્‍તારોમાં સોમવારની રાત આ સિઝનની સૌથી ઠંડી રાત તરીકે નોંધવામાં આવી છે. શ્રીનગરમાં રાત્રીનું તાપમાન માઇનસ ૫.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું છે. પહાડો પર હિમવર્ષાથી મેદાની રાજયોમાં ઠંડીનું મોજું વધી ગયું છે. જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે અને રોજીંદી કામગીરીને અસર થઇ રહી છે. હજુ ચાર દિવસ આવી જ સ્‍થિતિ રહેવાની શકયતા છે

(4:35 PM IST)