<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જગન્નાથ મંદિરના રત્‍ન ભંડારનું સમારકામ શરૂ થશે : ૪૬ વર્ષબાદ જુલાઇમાં બે રૂમ ખોલાયેલ

આ રત્‍ન ભંડારમાં ભગવાનના આભુષણ રાખવામાં આવ્‍યા છે : આંતરિક અને બાહ્ય બે ઓરડાના કુલ આભુષણોની યાદી તૈયાર કરશે પુરાતત્‍વ ખાતુ

પુરી તા.૧૧ ઓડિશાના પુરીમાં જગન્નાથ  મંદિરના ‘રત્‍ન ભંડાર' નું સમારકામ ૧૬ અથવા ૧૭ ડિસેબરથી શરુ થવાની સંભાવના છે. ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણ (ASI) એ મંદિરની નીતિ સમિતિ પાસેથી પ્રસ્‍તાવિત સમારકામ કાર્ય માટે મંજૂરી માંગી છે. ASI સુપિન્‍ટેન્‍ડટ ડીબી ગર્નાયકે જણાવ્‍યું હતું કે મંજૂરી મળ્‍યા બાદ કામ શરૂ કરવામાં આવશે.

અગાઉ , ASI એ હૈંદરાબાદ સ્‍થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇસ્‍ન્‍સ્‍ટટયૂટની મદદથી ૧૨મી સદીના મંદિરના રત્‍ન ભંડારનો    GPR-GPS( સર્વે કર્યો હતો. અધિકારીએ કહ્યું કે ગયા મહિને સંસ્‍થાએ એએસઆઇને સર્વે રીપોર્ટ સુપરત કર્યો હતો. તેમણે કહ્યું કે સર્વે રિપોર્ટ મુજબ અને મંદિર મેનેજમેન્‍ટની મંજૂરીથી સમારકામનું કામ કરવામાં આવશે.

કાયદા પ્રધાન પૃથ્‍વીરાજ હરિચંદને પત્રકારોને જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે  જાન્‍યુઆરી ૨૦૨૫ના અંત સુધિમાં મંદિરમાં સંગ્રહિત જ્‍વેલરીની યાદી તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. અમે ઇચ્‍છીએ છીએ કે ASI રિપેરિંગનું કામ જલ્‍દીથી પૂર્ણ કરે જેથી ઝવેરાતને કામચલાઉ ભંડારમાંથી ‘રત્‍ન ભંડાર' પાછી મૂકી શકાય.

આ પહેલા રત્‍ન ભંડાર ૧૪ જુલાઇ ૧૯૮૫ના રોજ ખોલવામાં આવ્‍યો હતો. આ પછી તે કયારેય ખોલવામાં આવ્‍યો ન હતો. વર્ષોથી રત્‍ન સ્‍ટોરની ચાવી પણ ખોવાઇ ગઇ હતી. આવી સ્‍થિતિમાં વર્ષો પછી રત્‍નનો ભંડાર ખોલવામાં આવ્‍યો છે ત્‍યારે લોકો એ જાણવા માટે પણ ઉત્‍સુક છે કે ખજાનામાં શું મળ્‍યું?૪૬ વર્ષ પછી રત્‍ન ભંડાર ખોલવાનો હેતુ ઘરેણાં, કીમતી ચીજવસ્‍તુઓની યાદી અને સ્‍ટોરનું સમારકામ કરાવવાનો છે. જો કે, રત્‍ન ભંડારમાંથી કઇ વસ્‍તુઓ બહાર આવી તેની સંપૂર્ણ યાદી બનાવવામાં સમય લાગશે. એક અહેવાલ અનુસાર, રત્‍ન ભંડારમાં ભગવાનને અર્પણ કરવામાં આવેલ કિંમતી સોના અને હીરાના આભુષણો છે. રત્‍ન ભંડારના બે ઓરડા છે. આમાં આંતરિક અને બાહ્ય ખજાના છે.શ્રી જગન્નાથ પ્રશાસન (SJTA) ના મુખ્‍ય પ્રશાસક અરવિંદ પાધીએ જણાવ્‍યું હતું  કે રત્‍ન ભંડારની બહારની ચેમ્‍બરની ત્રણ ચાવીઓ ઉપલબ્‍ધ હતી અને અંદરની ચેમ્‍બરની ચાવીઓ ગાયબ હતી. ઓડિશા મેગેઝિન અનુસાર બાહ્ય ખજાનામાં ભગવાન જગન્નાથનો સોનાનો મુગટ અને ત્રણ સોનાના હાર છે. આંતરિક તિજોરીમાં લગભગ ૭૪ સોનાના ઘરેણાં છે, દરેકનું વજન લગભગ ૧૦૦ તોલા છે. તેમાં સોના, ચાંદી, હીરા, પરવાળા અને મોતીથી બનેલા આભૂષણો પણ છે.

(3:44 PM IST)