<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

૪૮ કલાકમાં ૪૮૦ હવાઈ હુમલા : ઈઝરાયલે અસદ સમર્થકોના ૮૦% સૈન્‍ય મથકો નષ્ટ કર્યા!

સીરિયાના ઘણા શહેરોમાં શષાોના ડેપો અને એન્‍ટી એરક્રાફ્‌ટ બેટરીના ઉત્‍પાદન સ્‍થળો પર હુમલા

તેલઅવિવ, તા.૧૧: સીરિયામાં તખ્‍તાપલટ બાદ સતત નવા ઘટનાક્રમ  થઈ રહ્યા છે. દેશનો મોટો હિસ્‍સો બળવાખોરોના કબજામાં છે. પરંતુ અમેરિકાની સાથે તુર્કીએ પણ સીરિયા સંબંધિત પોતાની રણનીતિ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે. પરંતુ ઈઝરાયેલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે.

સીરિયામાં બશર અલ-અસદની સરકારના પતન બાદ હજારો સીરિયન સૈનિકો ઈરાકની સરહદમાં ઘૂસી ગયા છે. ઈરાકી સુરક્ષા દળો તેને હોસ્‍ટ કરી રહ્યા છે. સીરિયાને અડીને આવેલા ઈરાકે સુરક્ષા સઘન બનાવી છે.

સીરિયન સૈન્‍ય ત્‍ઝજ્‍નું કહેવું છે કે તેઓએ છેલ્લા ૪૮ કલાકમાં સીરિયામાં ૪૮૦ થી વધુ હુમલા કર્યા છે. સીરિયાના ઘણા શહેરોમાં શષાોના ડેપો અને એન્‍ટી એરક્રાફ્‌ટ બેટરીના ઉત્‍પાદન સ્‍થળો પર ઝડપી હુમલા કરવામાં આવ્‍યા છે.ઇઝરાયેલની સેના IDFનું કહેવું છે કે અમારી વાયુસેનાએ સીરિયાના વ્‍યૂહાત્‍મક હથિયારોના સંગ્રહ પર ૩૫૦ હુમલા કર્યા છે. દમાસ્‍કસ, હોમ્‍સ, ટાર્ટસ, લતાકિયા અને પાલમિરામાં એન્‍ટી એરક્રાફ્‌ટ બેટરી, મિસાઈલ, ડ્રોન, ફાઈટર જેટ અને ટેન્‍કનો મોટા પાયે નાશ કરવામાં આવ્‍યો હતો. આ સાથે ગ્રાઉન્‍ડ ઓપરેશન હેઠળ વધારાના ૧૩૦ હવાઈ હુમલા કરવામાં આવ્‍યા હતા.ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અમારી સેનાએ સીરિયાના નૌકાદળને પણ સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું છે. સેનાનો અંદાજ છે કે તેઓએ બશર અલ-અસદના ૮૦ ટકા જેટલા લશ્‍કરી લક્ષ્યોને નષ્ટ કરી દીધા છે. ઈઝરાયેલે આ ઓપરેશનને બાશન એરો નામ આપ્‍યું છે.અલ કાયદા સાથે જોડાયેલા સુન્ની વિદ્રોહી જૂથ HTSએ સીરિયા પર નિયંત્રણ મેળવી લીધું છે. બશર રશિયા ભાગી ગયા બાદ ઈઝરાયેલે સીરિયાના સૈન્‍ય લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે. માત્ર હવાઈ હુમલા દ્વારા જ નહીં, ઈઝરાયલી દળો જમીની સ્‍તરે પણ સીરિયાની સરહદમાં પ્રવેશ્‍યા. ૧૯૯૪ની સમજૂતી બાદ આ પ્રથમ વખત છે જ્‍યારે ઈઝરાયેલની સેનાએ સીરિયાની ધરતી પર પગ મૂકયો છે. ઇઝરાયેલની સેનાએ ગોલાન હાઇટ્‍સ પાસે સીરિયન જમીનના ૧૦ કિલોમીટરની અંદર બફર ઝોન પણ બનાવ્‍યો છે. આવી સ્‍થિતિમાં, ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે સીરિયાના વિસ્‍તારો પર કબજો કરવાની યોજના બનાવી છે અને તે ટૂંક સમયમાં તેની યોજનાને અંજામ આપવા જઈ રહ્યું છે.બીજી તરફ, ઉત્તરી સીરિયાના માનબીજ શહેરમાં સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ (SDF) અને તુર્કિયે સમર્થિત સીરિયન નેશનલ આર્મી (SNA) વચ્‍ચે સંઘર્ષ ચાલુ છે. આ સંઘર્ષમાં ત્રણ દિવસમાં ૨૧૮ લોકોના મોત થયા છે. SDF કમાન્‍ડર મઝલૂમ અબ્‍દીનું કહેવું છે કે યુએસ સમર્થિત કુર્દિશ જૂથ તુર્કી સમર્થિત સુરક્ષા દળો સાથે યુદ્ધવિરામ કરાર માટે સંમત થયા છે.દરમિયાન, ત્રણ મહિના માટે સીરિયાના રખેવાળ વડાપ્રધાન તરીકે નિયુક્‍ત કરાયેલા મોહમ્‍મદ અલ બશીરનું કહેવું છે કે દેશમાં સ્‍થિરતા અને શાંતિ પુનઃસ્‍થાપિત કરવાની જરૂર છે.

(3:48 PM IST)