<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

દક્ષિણ કોરિયાના રાષ્‍ટ્રપતિ યોલની ઓફિસમાં પોલીસના દરોડા

નવી દિલ્‍હી, તા.૧૧: દક્ષિણ કોરિયાના રાષ્‍ટ્રપતિ યૂન સુક યોલની ઓફિસ પર દરોડા પડવાના સમાચાર સામે આવ્‍યા છે. મળતી માહિતી મુજબ દક્ષિણ કોરિયાની પોલીસે તેમની ઓફિસ પર દરોડા પાડ્‍યા છે. આ પહેલા ૯ ડિસેમ્‍બરે દક્ષિણ કોરિયાના રાષ્‍ટ્રપતિ યુન સુક યેઓલ પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો હતો. દેશના ન્‍યાય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, રાષ્‍ટ્રપતિ યૂનને માર્શલ લો જાહેર કરવા બદલ તેમની સામે શરૂ કરવામાં આવેલી તપાસને કારણે વિદેશ પ્રવાસ કે દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મંત્રાલયે કહ્યું કે તેમણે માર્શલ લો લાદીને એક અઠવાડિયાથી ઓછા સમયમાં દેશને અરાજકતામાં નાખી દીધો હતો. યુનને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષ ફરી એકવાર તેમની વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્‍તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.

(3:52 PM IST)