News of Wednesday, 11th December 2024
મહારાષ્ટ્રના પરભણીમાં ડો.આંબેડકરની પ્રતિમાના અપમાન પર ભડકી હિંસા: પથ્થરમારો -આગચંપી
આંબેડકરની પ્રતિમાની સામે બંધારણના પ્રતીકાત્મક પુસ્તકને ફાડવાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા

મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરભણીમાં આજે (બુધવારે) બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ મોટા પાયે પોલીસ તૈનાત છે. પરંતુ આ દરમિયાન આંબેડકરની પ્રતિમાની સામે બંધારણના પ્રતીકાત્મક પુસ્તકને ફાડવાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને ટાયર સળગાવીને પરભણી નાંદેડ હાઈવે બ્લોક કરી દીધો. દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી હતી. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
