News of Wednesday, 11th December 2024
બુલિયન બજારમાં ફરીવાર તેજી: સોનાનો ભાવ 80 હજારને પાર પહોંચ્યો :ચાંદીમાં પણ ઉછાળો
જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી સ્થાનિક બજારોમાં માંગ વધી

સોનાના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમતમાં ભારે તેજી સાથે તે રૂપિયા 80,000ના લેવલ પર પહોંચી ગયું છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનની માહિતી પ્રમાણે નવી દિલ્હી ખાતે 10 ગ્રામદીઠ ભાવ 620 વધીને રૂપિયા 80,400 પહોંચી ગયા છે.
બીજીબાજુ ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે આગેકૂચ જાળવી રાખી છે. ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,450 વધીને રૂપિયા 96,300 થઈ ગઈ છે.
જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી સ્થાનિક બજારોમાં માંગ વધી રહી છે તેને પગલે કિંમતી ધાતુમાં ઉછાળો આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ 2,600 ડોલર રહ્યા છે, જ્યારે ચાંદીના ભાવ ઔંસદીઠ 32 ડોલર ક્વોટ થયા છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી.
અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 92,000થી રૂપિયા 500 વધી રૂપિયા 92,500 રહ્યો હતો. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 80,200 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 500 વધી રૂપિયા 80,000 થઈ છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
