<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th December 2024

મોડીરાત્રે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સર્વર ડાઉન : યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અચાનક બંધ:સર્વર ડાઉન હોવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલી:સમસ્યા શા માટે થઈ તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

  નવી દિલ્હી. બુધવારે મોડી રાત્રે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અચાનક બંધ થઈ ગયા. સર્વર ડાઉન હોવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા શા માટે થઈ તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બુધવારે મોડી રાત્રે 11 વાગ્યા સુધી મેટા સર્વર ડાઉન હોવાને કારણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે કામ કરવાનું બંધ કર્યું ત્યારે યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી.


 

(12:36 AM IST)