<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th December 2024

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા

બીજાપુરમાં સુરક્ષા દળોએ ૨ નક્સલીને ઠાર કર્યા હોવાનું અને આ બંનેના મૃતદેહો પણ હાથ થયાનું જાણવા મળે છે. આ લખાય છે ત્યારે સામસામા ફાયરિંગ ચાલુ છે. અમિતભાઈ શાહની આ વિસ્તારનીમુલાકાત પહેલા ૨ દિવસમાં ૯ નક્સલી ઠાર થયા છે.

બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે, સવારે નેન્દ્રા અને પુન્નુર ગામોના જંગલમાં જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલવાદી વિરોધી કામગીરી પર હતી ત્યારે તેમના ઉપર ગોળીબાર થયો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

(9:06 PM IST)