તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 13th December 2024
ઉત્તર ભારતમાં ‘કાશ્મીરી ઠંડી’:માઇનસમાં તાપમાન :દેશના 5 રાજ્યોમાં તોફાન તબાહી મચાવશે; IMDનું રેડ એલર્ટ જારી
દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ ભારે ઠંડી તો અન્ય સ્થળોએ ભારે વરસાદ: ફરી એકવાર વાવાઝોડું તબાહી મચાવશે :IMDએ આ અંગે ચેતવણી જાહેર કરી

નવી દિલ્હી :ઉત્તર ભારતમાં કાશ્મીરી ઠંડી પડી રહી છે. જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, ત્યારે મેદાની વિસ્તારોમાં શિયાળાની કઠોરતા યથાવત છે. તાપમાન ઝડપથી ઘટીને માઈનસ થઈ ગયું છે. ફરી એકવાર તોફાન દક્ષિણના રાજ્યોમાં તબાહી મચાવી શકે છે, જ્યાં ભારે વરસાદ પડશે. ઘણા રાજ્યોમાં ગાઢથી ગાઢ ધુમ્મસ પ્રવર્તી રહ્યું છે અને શીત લહેર ચાલી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
IMDએ કહ્યું કે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં શીત લહેર યથાવત રહેશે. દેશના મેદાની વિસ્તારોમાં, પંજાબના જલંધરમાં આદમપુર એરફોર્સ સ્ટેશન ખાતે લઘુત્તમ લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ કોલ્ડ વેવથી લઈને ગંભીર કોલ્ડ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં કડકડતી ઠંડી પડશે. ત્રિપુરા, મેઘાલય અને ઓડિશામાં 50-200 મીટર સુધી ગાઢ ધુમ્મસ નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ અથવા ઓછું હતું, જ્યારે યુપી અને એમપીમાં પારો સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછો હતો. હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ગુજરાતમાં પણ પારો ગગડ્યો છે. IMDએ પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. મોડી રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે.
IMDએ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 14 ડિસેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે. તે 15 ડિસેમ્બરે નીચા દબાણનું ક્ષેત્ર બનાવે અને આગામી 48 કલાકમાં તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે. તામિલનાડુ અને પુડુચેરીમાં 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેરળમાં 17-18 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે. આંધ્ર પ્રદેશમાં 16-17 અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 15 ડિસેમ્બરે વરસાદની સંભાવના છે
છેલ્લા 24 કલાકમાં દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ પારો અનુક્રમે 20 થી 23 ડિગ્રી અને 6 થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. જો કે મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું અને મહત્તમ તાપમાન સામાન્યની નજીક રહ્યું હતું. દિવસ દરમિયાન જોરદાર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સાંજ અને રાત્રે ધુમ્મસની શક્યતા છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
