તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 13th December 2024
કાટમાળ માટે “ ડેબ્રીઝ ઓન કોલ” ઓનલાઈન સેવા આપનારો દેશનો પહેલો પ્રોજેક્ટ
કાટમાળ માટે ઓનલાઈન સેવા આપનારો દેશનો સૌથી પહેલો પ્રોજેક્ટ હોવાનો દાવો બીએમસીએ કર્યો

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામા મોટા પ્રમાણમાં રિડેવલપમેન્ટના કામો ચાલી રહ્યા છે. અંધારાનો લાભ લઈને હાઈ-વે ની બંને તરફ તથા રસ્તા ઉપર ગમે ત્યાં કાટમાળ ફેંકવામાં આવે છે. નાગરિકો પણ ઘરમાં રિનોવેશનના કામ કરાવે ત્યારે કાટમાળનો ગમે ત્યાં નિકાલ કરે છે. તેને રોકવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને “ડેબ્રીઝ ઑન કૉલ” (કાટમાળ ઉપાડી જવાની) સેવા ઉપલબ્ધ થશે. “માયબીએમસી” મોબાઈલ ઍપના માધ્યમથી ઓનલાઈન સેવા ૨૪ કલાક ઉપલબ્ધ થશે. કાટમાળ માટે ઓનલાઈન સેવા આપનારો દેશનો સૌથી પહેલો પ્રોજેક્ટ હોવાનો દાવો બીએમસીએ કર્યો છે. નાગરિકો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સેવામાં ૫૦૦ ગ્રામ સુધી કાટમાળ મફત અને તેનાથી વધુ કાટમાળ માટે ફી ચૂકવી પડશે. પુરા દેશમાં આ પ્રકારનો ઓનલાઈન સેવા આપનારો આ પહેલો પ્રોજેક્ટ છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
